મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Sunday, April 8, 2018

ગીત...દીકરી તો શ્વાસ માબાપનો .....


ગીત “દીકરી ”
(રાગ: પાંદડું લીલુંને રંગ રાતો)

દીકરી તો શ્ચાસ મા-બાપનો
એને કોણ કહે ભારો સાપનો… સાપનો…
અજવાળું શોધું હું તો સધળાં સગપણમાં
મળ્યો મુને આત્મજાનો નાતો… દીકરી તો

દીકરીની બોલી કેવી કાલી ને ઘેલી
પાંચીકે રમતી ક્યાં તો સંતા રે કુકડી
ઘરઘરતાં રમતાં જોને મુગ્ધા બની એ તો
ઉદ્યાનને રાખે એ મહેંકતો… દીકરી તો

નાનકડી દિવડી બેઉ ઘરને અજવાળે
બેઉ ઘરનો સેતુ બની સંસ્કાર શણગારે
કર્મ ધર્મ ને સ્નેહનો સાયુજ્ય સજાવે…. એનો..
એનો… પિયુ તો નેણમાં સમાતો… દિકરી તો

અણસમજાયું કે લોક પુત્રજન્મ શેં પૂજે?
પુત્ર કે પુત્રી જન્મે જનનીની કુખે
કેમ રે હણવો કુખે પુત્રીના ગર્ભને?
હાય! અંગજા તો બનશે તારી આંખો… દીકરી તો

નીતા.શાહ.

No comments: