મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Sunday, April 8, 2018

વિદાય ગીત ...લગ્ન ગીત






     વિદાય ગીત

 વ્હાલપની વેલ મારી ધરિત્રી રે જી
 સાજનની પાંખે આજ ઊડતી રે..જી
 એ તો પગલાં ભરે સાસર વાટ રે...વ્હાલપની

માતાની મમતામાં મલકતી રે જી
 સાસુજીની મમતાની આશ રે...વ્હાલપની

 પિતાના હૈયાનો હારલો રે જી
  સસરાજી મુકશે સિરે તાજ રે...વ્હાલપની

 મારા આંગણની આજ દીવડી રે જી
  કરશે અજવાળું પિયુ ધામ રે...વ્હાલપની

 પિયરનું પાનેતર શોભતું રે જી
 સાક્ષાત માં લક્ષ્મીનો અવતાર રે...વ્હાલપની

 મોસાળનો ચૂડલો ખણખણતો રે જી
સૌભાગ્ય મંત્ર ફૂંકે કાન રે...વ્હાલપની

મેં તો વળાવ્યું ઘરનું તોફાન રે જી
 મુક્યાં સ્મરણો  શેરીમાં આજ રે...વ્હાલપની

  નીતા શાહ

No comments: