મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Sunday, April 8, 2018

સોનેટ [મોબાઈલ]


સોનેટ "મોબાઇલ"

 બલિહારી તારી મગજ કસવા ફોન ચરખો
 બચાવે ક્યાં એ તો સમય સરતો રેત સરખો
વહે છે સંદેશા અવિરતપણે વોટ્સપ મહી
 ઉખાણાં સુવાક્યો અધધ ઢગલાં રાત'દિ અહી
 
કટાણાં ચ્હેરાંઓ નજર વસતાં સુંદર રમે
 મળો જો મોઢાંમોઢ દિવસભર ખાવું ય ન ગમે
કવેળા વેળાએ સતત ઉદ્યમી રાખતું ફરી
 જરા એ વાગ્યોને સતર્ક બનતી ઇન્દ્રિય નરી

 કરે એ નૌટંકી નિત નવિન ખોલે રહસ્ય એ
 નિહાળે વીડીયો રમત રમતાં પોકર બધે
 
ઘણું નાનેરું આ જગત બન્યું છે સાવ જ કને
 બન્યાં આ જુવોને સ્વજન કડવાં દૂર જ જને
 
અહો દેવો-દેવી દરશન કરો વંદન કરી
 થશે ખાલી મંદીર દ્વિજ સઘળાં યાચક ફરી


  નીતા શાહ

No comments: