મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Sunday, April 8, 2018

ગીત...બેના એક વાર મહિયર આવજો રે ઓ બાઈસાજી...



બેના એકવાર મહિયર આવજો રે ઓ બાઇસા’જી
તમે જમાઇ’સાને ભેળાં લાવજો રે ઓ બાઇસા’જી
આંખ્યું સે રાતી, વાટ્યું સે લાંબી
પિયરની પ્રીતડી, વીરાએ ચીતરી
ઓલુ જનનીનું વેણ નવ ભુલશો રે ઓ બાઇસા’જી…. બેની એકવાર

અમે મઘમઘતી વાની રાંધશું રે ઓ બાઇસા’જી
અમે સીસમનાં ઢોલિયાં ઢળાવશું રે ઓ બાઇસા’જી
મનગમતી વાનગી, વાત કઉ ખાનગી
લીલવાં કચોરી, સાથ પાણીપુરી
ઓલી પૂરણપોળી નવ ભૂલશું રે ઓ બાઇસા’જી… બેની એકવાર મહિયર

અમે બંગડીવાળી ગાડી મંગાવશું રે ઓ બાઇસા’જી
અમે ભાણાભા હાટુ ગાદીયું મેલાવશું રે ઓ બાઇસા’જી
કાંકરિયે જાશું, ભેલપુરી ખાશું
પશુ ને પંખી, ભાણાભા રાજી
ઓલી હોડકાની સેર નવ ભુલશું રે ઓ બાઇસા’જી

તમે મહિયરને મહેંકતું રાખ્યું રે ઓ બાઇસા’જી
તમે પિયરને વ્હાલથી વધાવ્યું રે ઓ બાઇસા’જી
માતાની લાડકી, પિતાની તારલી
વીરાની વ્હાલી, રક્ષા જો બાંધી
ઓલા ભાઇબેનના નાટક નવ ભુલશો રે ઓ બાઇસા’જી… બેની એકવાર મહિયર…

નીતા શાહ


No comments: