મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Thursday, February 9, 2012

શું કરું.. દિલની ભીનાશને સુકવી શક્યા નહિ, કારણ...વસવાટ તો તેમની આંખોમાં હતો ...!




શું કરું.. દિલની ભીનાશને સુકવી શક્યા નહિ,
કારણ...વસવાટ તો તેમની આંખોમાં હતો 

શું કહું...ઈચ્છા તો મન ની ફૂલો સાથે જ હતી
પરંતુ...સગપણ તો પત્થરની પાંખોમાં હતું

શું કામ ...વાતો તું આભને અડવાની કરે છે
પહેલા... ચરણને તું ધરતીની કાખોમાં રાખ

શું કામ...વિશ્વાસ રાખું હું  માનવીય શ્રદ્ધા માટે 
છેવટે...  શ્રદ્ધાનું મૂળ કાચીમાટીની શાખોમાં છે 

શું કહું....  નરજાત બોલે તો ખુમારી વાતોમાં છે
પરંતુ... નારીજાત બોલે તો ગુનેગારી આંખોમાં છે 

-નીતા.શાહ.

Wednesday, February 8, 2012

લખવું એટલે .....આર્ટીકલ

લખવું એટલે....

લખવું એટલે બહોળું વાંચન,પુષ્કળ ચિંતન અને સાથે મનન....મને આ વિષય પર લખવાનું મન થયું કારણ છેલ્લા ૧૦ દિવસથી હું ગુજરાત ના અલગ અલગ 
૪૪ લેખક,કવિ અને પત્રકાર ને વાંચી ને થોડું સમજવા પ્રયત્ન કરી રહી છું...આવા વિષય પર લખવું તે નાના મોઢે મોટી વાત કરવા જેવું છે.પણ ઓ'હેનરી ના શબ્દો એ જાણે લખવા માટે ધક્કો માર્યો, ''જે ગમે તે જ લખો. બીજા કોઈ નિયમ નથી,કોઈ બંધન નથી.'' આમ તો ખુબ જ કપરું કામ છે. મારા મતે કોઈક ને કંઈકરૂબરૂ માં કહેવું હોય તો જીભ ઘણી વાર થોથવાઈ જાય કારણ સામે વાળા શું વિચારશે ? આવા તો ઘણા એક સામટા પ્રશ્નો ઉઠતા હોય છે અંદરથી .એટલે જ મને લખવું ગમે છે.લખવું એ મૌન સાથે નો સંઘર્ષ છે.એક વાર જો કલ્પના ના અશ્વ પર સવાર થઇ ને મન ને મોકળું રાખીશું તો' કી બોર્ડ ' પર શબ્દો ના જાદુ થી આંગળીઓ તેની કમાલ દેખાડી જ દેશે.પછી તે ગદ્ય હોય કે પદ્ય,લઘુ વાર્તા હોય કે નવલ-કથા,કવિતા હોય કે ગઝલ,સોનેટ હોય કે હાઇકુ,હાસ્યલેખ કે કટાર હોય...આદિ..કોઈ પણ સર્જનાત્મક લખાણ માં  ઓછા માં ઓછા સરળ શબ્દો માં પણ વીજ ચમકારો અનુભવાય,શબ્દો નું સાતત્ય અને પવિત્રતા સચવાય તો ચોક્કસ ઓછામાં ઓછા ૨૦% લોકોના હૃદય માં તો સ્થાન બનાવી જ શકીએ.બાકી તો સમય મોટો વિવેચક છે જ.
                   આજથી થોડા વર્ષો પહેલા ''પત્ર-લેખન'' કળા વિકસિત હતી,જયારે ટેલીફોન નો ઉપયોગ અગત્ય ના કામ મતે જ થતો. તે સમય માં લખવાની ટેવ 
હાલ ના સમય કરતા વધારે જ હશે.એક પોસ્ટ-કાર્ડ કે આંતર્દેશી પત્ર જોઇને રોમાંચિત થઇ જતા.આજે એક જ વાત કહેવાની છે ''હવે આવનારી નવી પેઢી ને વાંચતા આવડતું હશે,પણ લખતા નહિ આવડે. શક્ય છે લેખન-કળા કદાચ વિલીન થઇ જાય.''  
                 '' મરોડદાર અને કલાત્મક અક્ષરો હતી આપણી ઓળખાણ,
                   નથી લાગતું 'કી બોર્ડ' આ ઓળખ ગુમાવી દેશે...?''

આપણાં મુખ્ય-મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે 'ગુજરાત ના નાથ' અને રાજકારણ ના 'મહારથી' છે.તેઓ કવિ છે,વાર્તાકાર છે,ચરિત્રકાર પણ છે. લેખન પળનું પ્રાગટ્ય તેમના જ શબ્દો માં...
                  કલ્પનાના અશ્વ પર શબ્દ નો અસબાબ સર્જક માટે સવારીની ખુમારી લઈને આવે છે. મન મેદાન ની મોકળાશ ફૃતિ ને કાગળ પર થનગનતું રૂપ  આપી જાય ત્યારે રચના આકાર લેતી હોય છે.ક્રીએશન માટે તો શૂન્યાવકાશ જોઈએ.આખુને આખું આકાશ રૂપ-રંગ વગરનું આકાશ આપણી ભીતર સમાઈ ગયું હોય-ઉઘાડી આંખ..પણ બહાર નહિ, અંદર હોય...શબ્દ ની શોધ નહિ,અક્ષરો નો મેળાવડો નહિ-હૃદય રડતું હોય-તીવ્રતા સ્પર્શતી હોય-જેમ સાગરના મોજાની ખારાશ જીભને કે આંખને અડકે તો ચીસ પડાવી દે: પણ નજર હૈયાને સ્પર્શે તો..? ભાવસાગર અંદર જ સમાઈ જાય...શબ્દોની નાવ હલેસા વગર હિલોળા લેવા માંડે.....!!!         [શ્રી નરેન્દ્ર.મોદી.]

                 ક્યારેક ચિત્તની પ્રસન્નતા કંઈક લખાવે છે,તો ક્યારેક પીડાના પડછાયે કશુક લખી રહે છે.સંવેદન ગમે તે સમયે અને ગમે તે સ્થળે શબ્દરૂપ પામે છે.કોઈ સુવિધાપૂર્ણ  નર્સિગહોમ માં જ કવિતા નો પ્રસવ થાય તે જરૂરી નથી.સમય પાકતા કવિતા કોઈ પણ સ્થળે અવતરે છે.કવિએ તેને વ્હાલપૂર્વક વધાવવાની તૈયારી રાખવી પડે.....!!!       [શ્રી નીતિન.વડગામા ]
                લેખક બનવા માટે પહેલા માણસ બનવું જોઈએ,ઈશ્વરદત્ત આશીર્વાદ મેળવવા જોઈએ.સંવેદનાને જાગૃત રાખવી જોઈએ.ખુબ વાંચવું,વિચારવું,વાગોળવું જોઈએ....!!!      [શ્રી પ્રવીણ.સોલંકી.]
                  
            
                ''આ મારી પાસે શસ્ત્રો છે જે શબ્દ નામ નું 
                  છે  શબ્દ ચક્ર  કૃષ્ણનું બાણ રામ નું ...''
                  [ અમૃત ધાયલ.]

                '' શબ્દ જયારે પણ સમજણો થાય છે
                  અર્થ ત્યારે કંકુવરણો થાય છે....''
                  ['ધૂની' માંડલિયા.]

                 બસ હૃદય માં આગ ધધકતી હોય ત્યારે જ કલમ પકડી લેવી.લખવાનું મુલતવી રાખવું  ઈસ્ત્રી ઠંડી પડી ગયા પછી કપડા પ્રેસ કરવા જેવું છે. સર્જકતાને કદાચ અવગણી શકાય પણ બહાર આવતી રોકી ન શકાય.સ્વપ્ન જુદું હશે,ભાષા જુદી હશે,વિચારો જુદા હશે,સાધનો જુદા હશે પણ સર્જકતા તો એવી ને એવી જ રહેશે...અકળ...અદીઠ.


     -નીતા.શાહ.

       
              










Monday, February 6, 2012

સમય અને ફરજ ના બે પાંખિયામાં કપાતી જતી જિંદગીની ક્ષણો...!


સમય અને ફરજ ના બે પાંખિયામાં
કપાતી જતી  જિંદગીની ક્ષણો
આહ....દિલમાં ચુભતી આ કશક,
સ્નેહ ના સાટા કરવામાં જ ગુજરતી ગઈ,
દરેક દરેક ક્ષણ,દરેક દરેક સાંજ સુધી,
બસ નિરાંત એક રાત્રીની જ !
જિંદગાનીની એ જ જૂની ફરજો માટે,
  તૈયાર ફરી એક પ્રભાત
  બસ, સંધ્યા થવા માટે....!!!

-નીતા.શાહ.

Friday, February 3, 2012

માનવીય અહં... કેવો અહં સન્માનિત ? આત્મસન્માન માટે નો અહં, અભિમાન માટે નો અહં...!

માનવીય અહં...
કેવો અહં સન્માનિત ?
આત્મસન્માન માટે નો અહં,
અભિમાન માટે નો અહં,
કે ખુમારીભર્યો અહં...?
વધારે પડતો છલકાતો 
આત્મવિશ્વાસ ઘણીવાર 
નગ્ન સત્યનો પણ વિરોધ 
કરાવે જે અન્ય ને પણ 
હાની પહોચાડે...!
વધારે લઘુતાગ્રંથી થી પીડિત
નગ્ન સત્ય હોવા છતાં પ્રશ્નાર્થ ભાવ
દિલોદિમાગ માં રાજ કરે છે...!
એક આત્મસન્માન સાથે નો અહં
ખુમારી સાથે આત્મવિશ્વાસ 
જગાવે છે...ક્યારેય કોઈને 
અવરોધરૂપ હોતો નથી.....!!!

--નીતા.શાહ.

Thursday, February 2, 2012

એક નાનકડો તુલસીક્યારો તુલના થઇ શકે ક્યારેય...!

એક નાનકડો તુલસીક્યારો 
 તુલના થઇ શકે ક્યારેય 
       એક
 વિશાળ તમાકુ ના ખેતર 
       સાથે?
એક છે સંવેદનશીલ અને 
એક છે સંવેદનશુન્ય.....!!!
તુલસીક્યારે પ્રકાશિત દીવડો
શ્રદ્ધાને પણ પ્રકાશિત કરે
પવિત્રતા નું એક ઝરણું
શ્યામ તુલસી ને રામ તુલસી
તુલસીપત્ર વિના ના 
છપ્પન ભોગ પણ નિરર્થક
યાદ છે ને તુલસી-વિવાહ..
ખુદ શ્રીજી વર્યા છે તુલસીમાને ...
હિન્દુઓના ઘરે ઘરે દ્રશ્યમાન 
  એક પવિત્ર દ્રશ્ય
પ્રગટાવતી દીવો તુલસીક્યારે
    ''પૂજ્ય.બા.''......!!!

-નીતા.શાહ.

''ખાલી હાથે આવજો પણ ખાલી હૃદયે ન આવશો.તમારો અને મારો સમય મુલ્યવાન છે.''...!

*

 કેટલાક માણસો પાસે તેજસ્વી મસ્તિષ્ક હોય છે પરંતુ સંવેદનશીલ હૃદય નથી હોતું. સંવેદનશુન્ય માણસ સાચે ગરીબ હોય છે.
  તમાકુ ના વિશાલ ખેતર કરતા નાનકડો તુલસીક્યારો અધિક મુલ્યવાન હોય છે.રાવણ પાસે સોનાની લંકા હતી તોય તે ગરીબ
  હતો.શબરી પાસે કેવળ બોર હતા ચાત તે સમૃદ્ધ હતી.સહ્રદયતા વિનાની સમૃદ્ધી રાવણત્વ ની જનેતા છે. ભીના હૃદયના માલિક
  હોવું એ જ સમૃદ્ધી નું ગૌરીશંકર છે....તાતા,બિરલા કે અંબાણી પણ એવા માલિક આગળ ગરીબગુરબા છે.

  મારું હૃદય મંદિર છે,મારું હૃદય મસ્જીદ છે,મારું હૃદય ચર્ચ છે.ભગવાન એટલે જ પ્રેમ...મારું હૃદય પ્રેમ નું આસન છે.

  ક્યારેક ઘરના બારણે  એક બોર્ડ પર સંદશો લખવાનું મન થાય છે.
  ''ખાલી હાથે આવજો પણ ખાલી હૃદયે ન આવશો.તમારો અને મારો સમય મુલ્યવાન છે.''

--નીતા.શાહ.

Tuesday, January 31, 2012

અપેક્ષાઓ વિનાનો લથબથતો પ્રેમ 'તને ચાહું છું' 'તું મને ગમે છે'...!




અપેક્ષાઓ  વિનાનો લથબથતો પ્રેમ
'તને ચાહું છું'
'તું મને ગમે છે'
એવું કહ્યા વિના તરબોળતો પ્રેમ
જ્યાં રૂબરૂ મિલન નથી
તો જુદાઇ પણ નથી
વિરહ માં વાસંતી વાયરો સ્પર્શાવતો પ્રેમ
મારું એ મારું નથી 
તારું એ તારું નથી
વાસના રહિત રોમેરોમ માં મધમધતો પ્રેમ
ખુબ જ દુર છે તે 
છતાં ભાસે આસપાસ
સતત ધબકારે...ભણકારે...ધબકતો પ્રેમ
કરાગ્રે વસતે લક્ષ્મી..કહેતા જ 
હથેળીમાં તારો જ ચહેરો..
બંધ આંખે કે ખુલ્લી આંખે ...નીખારતો પ્રેમ
એનું સ્મિત મારું જીવન
એનું રુદન મારું મૃત્યુ
વણવચને બંધાયેલ વજ્ર જેવો કઠોર-કોમળ પ્રેમ....!!!

-નીતા.શાહ.

Saturday, January 21, 2012

પાંપણો ની ઉઘાડ-બંધ માં જયારે તું અશ્રુજળ માં તરતો તરતો હૃદય દ્વારે પહોંચીને ...!




પાંપણો ની ઉઘાડ-બંધ માં
જયારે તું અશ્રુજળ માં
તરતો તરતો
હૃદય દ્વારે પહોંચીને
પ્રવેશદ્વાર ને નોક કર્યાવિના જ
પ્રવેશી ગયો...અને
અચાનક જ મેં
દ્વાર ને બંધ કરી ને તાળું મારી દીધું...
રખે ને તું પાછો વળી જાય તો...???
ભીતિ સાથે પ્રીતિ કે પ્રીતિ માં ભીતિ?
સમજણ કે અણસમજણ જે કહો તે
તેના સ્મિત ને હું પાપણે સજાવીશ
તેના ગમ ને હું પ્રાર્થનામાં સમાવીશ
તેના શબ્દ ને હું પ્રાસ માં નચાવીશ
સમ આપીને વ્હાલના કોળિયા ભરાવીશ
પછી તો જોજો ને હુકમ કરીશ....
''ખબરદાર''
જો સપનામાં પણ પાછા વળવાનો
વિચાર પણ કર્યો તો....!!!

-નીતા.શાહ.

Thursday, January 19, 2012

कितने कितने ज़ख्म दे रहा है....मुझे याद है वोही मरहम बनके आया था कभी मेरी सुनी जिंदगी में...!

कितने कितने ज़ख्म दे रहा है....मुझे याद है वोही मरहम बनके आया था कभी मेरी सुनी जिंदगी में...! जैसे पंछी खुदको शीशे में देखके चोंच से चोंच मिलाता है...और ख़ुशी से जूम उठता है....कितना बेबस लगता है ये पंछी.....! उसे कहा पता है ये तो सिर्फ एक आभास है,वास्तविकता नहीं....पता नहीं ये अहेसास क्या चीज़ है...कभी फूलो जैसा मखमली लगता है, तो कभी कंटक जैसी चुभन...! या अल्लाह कभी किसी को ऐसी चुभन मत देना...बिन बादल बारिश क्यों दिखता है...तृषा से मर जाना आसन है,पर जल दिखा के मृगजल साबित करना कहाँ का न्याय है...! continue...

Wednesday, January 18, 2012

''હોવું'' અને ''ન હોવું'' કોને સમજાય? જેની પાસે લાગણીઓ થી ...!



''હોવું'' અને ''ન હોવું''
કોને સમજાય?
જેની પાસે લાગણીઓ થી
તરબતર હૈયું હોય ને
એક કશિસ,એક આરઝુ
''એની'' એક ઝલક માટે
બાકી તો લીલીછમ ધરતી પર
પત્થરો ની પણ ક્યાં
કમી હોય છે...!!!
--નીતા.શાહ.




પિંજારા માં બેઠેલું પંખી
દોમ-દોમ સાહ્યબી
ભાવતા ચણ ને સોને મઢેલું પિંજર
છતાં તરફડાટ કેમ...?
'' આઝાદી''
મુક્તપણે પાંખો ફફડાવીને વિહરતું પંખી
ઉપર ગગન વિશાલ...
ને મંદ મંદ વહેતો સમીર નો સ્પર્શ...
જુવો તેના વૃંદ માં કેટલું મહાલે છે..કતારબંધ
તેનો કલશોર નું મધુર સા..રે ..ગ..મ..
પ્રકૃતિ ને જીવંત બનાવે છે...
જાદુ છે...
મુક્તપણે શ્વાસ લેવાનો..
''આઝાદીની આબોહવા માં''

--નીતા.શાહ.

Monday, January 16, 2012

સવારની તાજપ જો દીકરો દીકરી સાંજની કુમાશ દિવસ-રાત બંને છેડા બંને સરખો સમાસ....!!!


સવારની તાજપ જો દીકરો
દીકરી સાંજની કુમાશ
દિવસ-રાત બંને છેડા
બંને સરખો સમાસ....!!!

દીકરો માન છે તો દીકરી સ્વમાન છે
દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે...!!!

દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે
દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે....!!!

ઈશ્વરે દીકરી ઘડી ને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો છે. દીકરીનો માં-બાપ પ્રત્યેનો પ્રેમ ....!



ઈશ્વરે દીકરી ઘડી ને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો
છે. દીકરીનો માં-બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને
અંત સુધી એક સરખો જ વહે છે....!!!

દીકરી જગત ના કોઈપણ ખૂણે જશે તે માતા-પિતા ના
હૃદયથી ક્યારેય દુર જતી નથી....!!!

દીકરી સાથેની માં-બાપની વ્હાલની કડીઓ ક્યારેય
ઢીલી પડતી નથી...!!!

આપણાં તત્વચિંતકો એ કદાચ એટલે જ દીકરીને
'' બાપનું હૈયું'' કહી છે...
''કલેજા નો ટુકડો'' કહ્યો છે....!!!

નક્કી માનજો, દીકરી તો ગયા ભવમાં જેને પુણ્ય
કાર્ય હોય તેને જ મળે....!!!

દીકરી તો માં-બાપ નો શ્વાસ છે,જે લીધા વગર પણ
ચાલતું નથી અને સમય આવે છોડ્યા વગર પણ
નથી ચાલતું.....!!!

ક્યારે ય તમે તમારી જાત ને દુનિયાભર ના tamam દુઃખોથી
ઘેરાયેલી મહેસુસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી
વિતાવાજો,તેની સાથે દિલ ખોલી ને વાત કરી લેજો...
ત્યાં તમારા મન ને હિમાલય થી પણ વધારે ઠંડક અને શાંતિ
અનુભવવા મળશે....!!!

આ દીકરીઓ મોટી કેમ થઇ જતી હશે...?


વ્હાલના વિશાલ દરિયામાંથી
સમજણની સરિતા કેમ થઇ જતી હશે..?
આ દીકરીઓ મોટી...
મારે ઘેર ક્યારે આવશો પૂછવું હતું
તો ક્યારેય તમને નહિ છોડું શીદને કહેતી હશે...?
આ દીકરીઓ મોટી...
હમણાં તો ચોકલેટ માટે એને લડતો
ને આજ દવા મને કેમ ખવડાવતી હશે...?
આ દીકરીઓ મોટી...
આમ તો જુવો તો મારી જ છે એ સુગંધ
પણ ફોરમ બની એના ઘરે કેમ પ્રસરાવતી હશે..?
આ દીકરીઓ મોટી...
મારા મતે તો એ સાવ ગાંડી ને ઘેલી
તો ય વગર કહે સઘળું સમજી કેમ જતી હશે...?
આ દીકરીઓ મોટી....!!!
-હાર્દિક યાજ્ઞિક.

દીકરી વ્હાલનો દરિયો....!!!


  માં દીકરીના મન ના એવા પાક્કા તાણાવાણા
મૃગનયની આંખો માં જેવા શાંત સુતેલા શમણા

દીકરીના સૌ ભાવ નવેલા માં ને આવી પહોચે
દીકરી ને દિલ આંસુ ઝરતા માને જઇ ભીંજાવે

જીવન-નૈયા દીકરી કેરી જાય અહીં તહીં ભટકી


તો સાથે સાથે ''માં'' તણાય કાંઠે ઉભી ઉભી
જયારે દીકરી નું હૈયું ઝૂમે આનંદે હેલી નાચે
તો ''માં'' નું ય મન ઘેલું ઘેલું વિના કારણે નાચે

દીકરો માનો દીકરો રહેશે કદાચ જીવન વાટે
દીકરી સો-ટચ 'માં' ની રહેશે જીવતર સાટે.....!!!

તું વ્હાલનો વેલો છે મારી લાડલી તું સ્નેહની શરણાઈ છે મારી લાડલી તારી આંખોમાં કુતુહલતા એવી અનોખી

*****

તું વ્હાલનો વેલો છે મારી લાડલી

તું સ્નેહની શરણાઈ છે મારી લાડલી
તારી આંખોમાં કુતુહલતા એવી અનોખી
કે એ આંખોનું અંજન મારે થવું મારી લાડલી
તારા ગાલો છે ગુલાબ જેવા ગલગોટા ને ગમતીલા
કે ફરી ફરી ને હું તો ચૂમી વાળું મારી લાડલી
તારા સ્મિતમાં રેલાય છે સંગીત એવું સુરીલું
કે એ મલકાટ માં હું તો ખોવાણી મારી લાડલી
સર્જનહારની શિલ્પકારીની તું છે સર્વોત્તમ કૃતિ
વરસો થી જે ખેલી અમારું જીવન- અમારી ભૂમિ....!!!

ત્રીસમી ઓગસ્ટ અને ઓગણીસો બ્યાશી આવી મારી હસતી-રમતી પરી--પતંગિયા સી


*****

ત્રીસમી ઓગસ્ટ અને ઓગણીસો બ્યાશી
આવી મારી હસતી-રમતી પરી--પતંગિયા સી

નિર્મળ નયનો હસતા ગાલે લાગે ભલીભોળી
ચાલે જાણે કુમકુમ પગલે પ્રભાતની પનિહારી

રંગ રંગ નો ભેદ જાણે,પીંછી ની એ પ્યાસી
કામ તણો થાક ન લાગે,દોડાદોડી ખાસ્સી

ભાઈ-બેનને પ્રેમથી રાખે સહેલીઓને સાથ
શાળા ની આતુરતા અને ગુરુજનો એ વખાણી

પતંગિયા સમ ઉડતી ફરતી રસોઈમાં પાવરધી
મહેમાનોની સરભર માં થતી તે અડધી-અડધી

પપ્પા-મમ્મી પ્રેમ થી કહેતા તું વૈષ્ણવજન ની વાણી
આનંદે તું ભણજે-ગણજે અમ જીવનની તું જ કમાણી....!!!

नन्ही-सी देवी ने अवतार घर लिया मेरे मन मस्तिष्क को मातृत्व से भर लिया खुशियों की आज मेरी न सीमा कोई बगिया को आज मेरे गुलज़ार कर दिया....!


દીકરી વ્હાલનો દરિયો....!!!

*** नन्ही-सी देवी ने अवतार घर लिया
मेरे मन मस्तिष्क को मातृत्व से भर लिया
खुशियों की आज मेरी न सीमा कोई
बगिया को आज मेरे गुलज़ार कर दिया....!

सबको हंसिकी सौगात देने आई
दिलको एक सुन्दर जज्बात देने आई
आना उसका सुखद है मेरे लिए
रत्नोके संग्रह में आफ़ताब देने आई.....!!!

Thursday, January 12, 2012

થોડી ઘણી તો આપો લાગણીઓ. વધુ ક્યાં છે મારી માંગણીઓ?...!




થોડી ઘણી તો આપો લાગણીઓ.
વધુ ક્યાં છે મારી માંગણીઓ?
આપશો તો વધશે આ લાગણીઓ
નહિ તો છાની રડશે આ લાગણીઓ

છંટકાવ કરો ઉપવન છે લાગણીઓ
મહેકી ઉઠશે બાગબાન છે લાગણીઓ
મન ની મન માં રહેશે આ લાગણીઓ
જોજો તફડાવી જશે કોઈક આ લાગણીઓ ...

નીતા.શાહ.