મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, March 30, 2012

જીંદગી...જીંદગી...જીંદગી...! હેલ્લો , જીંદગી...હાવ આર યુ..?

''હું અને જીંદગી''




જીંદગી...જીંદગી...જીંદગી...!
હેલ્લો , જીંદગી...હાવ આર યુ..?


તું ક્યારેય ખોવાઈ જાય તો?
તારી ઓળખ કેવી રીતે આપવાની..?
તારી પાસે તારું કોઈ ઓળખ-પત્ર છે?
તારું કોઈ કાયમી સરનામું...?
પાસપોર્ટ કે રેશન કાર્ડ ...?


તારું જન્મ-સ્થળ
તારી ભાષા
તારો દેશ
તારો કોઈ ફોટો
તારું ક્વાલીફિકેશન 
ક્યાંથી આવી ને ક્યાં જવાની છે...?


કદાચ કોઈ એવો દાવો કરતુ આવે ...તો શું?
તું એની છે એની સાબિતી શું..?
કેટલી બેદરકાર છે તું જીંદગી...
પર્સનલ પેપર્સ તો હોવા જ જોઈએ ને..?
થોડું શીખ તું અમારી પાસે થી
વણઝારા ની જેમ ના રખડીશ, આજે અહી તો કાલે ત્યાં...


તું કેવી દેખાય છે?
તારો રંગ?
તારી ઉંચાઈ?
તારી આંખો નો રંગ?
તારા વાળ?
કોઈ જન્મ નું નિશાન..?
તું આયના માં તારો ચહેરો જુવે છે ક્યારેય?
તું તને પોતાને ઓળખે છે ખરી..?
તારો ચહેરો તને યાદ છે ખરો..?


તું અમારા જેવું ના શીખીશ...એટલે કે ''માણસ'' જેવું
તું તો આખેઆખો ચહેરો બદલે છે ,એમ ને.?
અમે તો ચહેરા પરના મહોરાં બદલીએ છીએ.
અને જયારે મૂળ ચહેરો શોંધવા જઈએ ત્યારે તારો ચહેરો મળે છે...
અને અમે તો કાયમી દોસ્તી કરવા માંગીએ છીએ તારી સાથે
ત્યાં તો તું સરકી જાય છે,સાપ ની જેમ




અમે તને કેટલો બધો પ્રેમ કરીએ છીએ
તને કેટ કેટલા લાડ લડાવીએ છીએ
તારા માટે અમે તરફડીએ છીએ
અને તું?


અમને બધાને રમકડા બનાવી ને 
રમત રમ્યા કરે છે...!
કેટકેટલા રમકડા છે તારી પાસે
ગણ્યા ગણાય નહિ એટલા


મને ખબર છે હું માણસ જાત છું..
''તું છે તો હું છું''
પણ ફરિયાદ તો કરીશ જ
કકળાટ પણ કરીશ
ગુસ્સામાં એલફેલ પણ બોલીશ
માફ કરજે, ''તારા વિના મારી જ ઓળખ ક્યાં છે?''


પણ જીંદગી મારા કેટલાક સવાલો છે અને જવાબ જોઈએ છે
તું ક્યારેય ભાવતું કેમ પીરસતી નથી..?
માંગી એ એવો પ્રેમ ન મળે અને ત્યારે તો ન જ મળે
પ્રેમ મળે ત્યારે તે ઝીલવાની તાકાત અને સમય ન હોય
જયારે પ્રેમ આપવા માંગે ત્યારે એટલી ખાલી જગ્યા પણ ન હોય
હમેશા જયારે જુવો ત્યારે પ્રેમ ઇગ્નોર જ થાય છે....


''ખાવાનું હોય ત્યાં ખાનાર નથી હોતા ને
જ્યાં ખાનાર હોય ત્યાં અન્ન ના દાણાના ય ફાંફા હોય છે..''
શિક્ષિત લોકો બેકાર હોય છે અને અનપઢ રાજકારણીઓ પાસે કારો ની કતાર હોય છે..
કેટલી અધધધ.....કરી શકાય એટલી તારી ફરિયાદો છે...
પણ તારે ક્યાં કાન છે...?
તું બહેરી છે
તું મૂંગી છે
તું આંધળી છે
તું રમતો ની ''માહિર'' છે




છત્તા તને શું કહું....જીંદગી...
જેવી છે તેવી
તું મારી છે,
તું મારી જ રહીશ....!!!


-નીતા.શાહ.











Sunday, March 25, 2012

માણસાઈ વગર ના માણસોમાં ..કે પછી વફાદારી નિભાવતા વફાદાર પ્રાણીઓ માં..?






વિચારે વિચારે વિચાર વણાઈ ગયો..
વધારો શેમાં જોવા મળે..?
માણસાઈ વગર ના માણસોમાં ..કે પછી
વફાદારી નિભાવતા વફાદાર પ્રાણીઓ માં..?

મનુષ્ય એટલે.....?

પ્રેમ નો સાગર
કરુણા ની સરિતા
પરોપકારનું ઝરણું
સમર્પણ નું આકાશ
સંવેદના નો સુરજ
ક્ષમા-યાચનાનો ચંદ્ર
લાગણીઓ  નો સમીર
જ્ઞાન નો ભંડાર

આટઆટલા ગુણો ના સમન્વય વાળો મનુષ્ય...
શોધવો હોય તો કાળી અમાસની રાતે સોય શોધવી....
એના જેટલું જ મુશ્કેલ..
ટાટીયો  ખેંચવાની હરીફાઈ માં ..હાથ પકડનારા કેટલા...?

આજના પશુઓ એટલે
વફાદારી નો પર્યાય..
માલિક પ્રત્યે સમર્પણ નું સગપણ
મુક સંવેદના
બિન ફરિયાદી
પરોપકારી....!


એક જ પશુ માં આટલા બધા ગુણો શોધવા જરા ય અઘરા નથી...
એટલે તો કુતરા પણ એ.સી. કાર માં મૌજ કરે છે...


ડો.જોહ્ન્સ ના શબ્દો માં,
હું માનવ-જાત પ્રત્યે ધ્રુણા ધરાવું છું. કારણ કે હું મારી જાત ને સર્વોત્તમ મનુષ્ય માનું છું.
પણ મને ખબર છે કે હું કેટલો ખરાબ છું....

નીતા.શાહ.

Thursday, March 22, 2012

મારું મારું...કર માં અહી તારું કશું ક્યાં છે?



મારું મારું...કર માં અહી તારું કશું ક્યાં છે?
દીવા નીચે તો ઠાલું અંધારું જ હોય છે...

બાંધ માં..પોટલું તડકા નું બંધાય ક્યાં છે?
બળતી આતમની જ્યોતથી ઉજાસ હોય છે...

અપેક્ષા છોડ ઉપેક્ષા વિના તારું કશું ક્યાં છે?
ઈશ પાસે સ્મિત બી એનું જ માગતી હોય છે...

પ્રેમ નો અર્થ વ્યાખ્યામાં કશું ક્યાં હોય છે?
રૂપ માત્ર હાડ-માંસના ચામડામાં હોય છે...

-નીતા.શાહ.
 

શબ્દો બે પ્રકારના હકારાત્મક અને નકારાત્મક એક 'હા' ને એક 'ના'



શબ્દો બે પ્રકારના
હકારાત્મક અને નકારાત્મક
એક 'હા' ને એક 'ના'

એક મીઠી ને બીજી કડવી
એક વ્હાલી ને બીજી અડવી
એક પામો ને બીજી કળવી
એક મધ ને બીજી કાળીજીરી

બોલને સખી, પહેલા સ્થાને કોણ ? 'હા' કે પછી 'ના'
લાગે નવરો પડ્યો જે દિ દીનાનાથ
લાગે ઘડ્યા આવા અઘરા શબ્દો
'હા' ને પરોવો હૈયે તો પ્રીત ને
'ના' ને ઝબોળો હૈયે તો નફરત...
પ્રીતની 'હા' માં પહાડ પણ ભાસે કંકર
નફરતની 'ના' માં કંકર ભાસે પહાડ....

કહો ને સખી,પહેલા સ્થાને કોણ? 'હા' કે પછી 'ના' ?

કડવા ઓસડીયા
કડવા કારેલાં
કડવો લીમડો...
કોણ પાય...???
એક મધ-મીઠી ''માં''
''મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ
 એથી મીઠી છે મોરી માત રે...

''બા'' ની આંખમાં 'હા' હોય કે 'ના'..?
 તેની આંખમાં ક્યારેક ''હા''
 તો ક્યારેક ''ના''
 અને હા, વચલો રસ્તો કાઢવો હોય ત્યારે..
 નરો વા કુંજરો વા..
 પણ હોય ફક્ત
 તેના ''લાલ'' ના 
 હિતમાં જ...સમજ્યા..?
 કારણ '' માં તે માં...... ...... ......''

-નીતા.શાહ.
'

Tuesday, March 20, 2012

મૌનમાં આવી વસે તારું સ્મરણ શ્વાસ ઘરના દ્વાર ખખડાવ્યા કરે...!






મૌનમાં આવી વસે તારું સ્મરણ
શ્વાસ ઘરના દ્વાર ખખડાવ્યા કરે


સ્પષ્ટ થાને કાં દિલનું કરે હરણ
મોઘમ માં રહીને લબડાવ્યા કરે


નથી પોસાતું આવું વાતાવરણ
આતુર પાંખોથી તું ફફડાવ્યા કરે

વધુ વાત ને ખેંચ માં અકારણ
તિરાડો ને કેમ તું  તતડાવ્યા કરે

શોભતું નથી  સ્મિતનું કરે હરણ
ધબકારે તું સતત ધબકાવ્યા કરે

નથી હું યાચિકા કે નથી હું માંગણ
વ્હાલના બે બોલ ગણગણાવ્યાં કરે

 છોડ હવે કર પગલા મુંજ આંગણ
 છોડીશ નહિ ભલે ને તરફડ્યા કરે

નીતા.શાહ.






Monday, March 19, 2012

વાંચતા શીખો તમે નયનો ની લકીર...!





વાંચતા શીખો તમે નયનો ની લકીર
પછી દિલની વાતો માન્ય લાગશે...

યાદ ને મેં જયારે ફંફોસી મેં જરીક
ભોકાતું શૂળ હૈયે અમાન્ય લાગશે...

કુવો ક્યાં આવે પ્યાસા સુધી લગીર
વાટ નીરખવી ગેરમાન્ય લાગશે...

ક્યાં હોય છે લાગણીની મણાં જરીય
ખુદ સ્વનું સગપણ અગણ્ય લાગશે...



Thursday, March 8, 2012

women day...8th march 2012...!


women day....!


સ્ત્રી...
પહેલા પણ પ્રમાણિક હતી ને 
આજે પણ પ્રમાણિક છે..
બદલાયા છે થોડા ક સમીકરણો..
આજે સ્ત્રી પરાવલંબી નથી
આજે સ્ત્રીશક્તિ નો પરચો આ
પુરુષપ્રધાન દેશ ''ભારત'' પણ જોઈ રહ્યો છે..
કઈ દિશા ને કઈ ટોચ પર નારી નથી...?
દરેકે દરેક દિશાઓ આજે નારી-શક્તિ થી ગાજે છે

ભૂલી જાવ સ્ત્રી એટલે રસોડાનું સંવિધાન..
ભૂલી જાવ સ્ત્રી એટલે બાળ-ઉછેર કેન્દ્ર
ભૂલી જાવ સ્ત્રી એટલે મર્યાદા માં લપેટેલું રતન..
ભૂલી જાવ સ્ત્રી એટલે પુરુષ જાતિના પગ નીચે કચડાતી જીંદગી..
ભૂલી જાવ સ્ત્રી એટલે ચાર દીવાલો માં કેદ ફફડતું પંખી...
ભૂલી જાવ સ્ત્રી એટલે ઉપભોગ નું સાધન...

આજની નારી સમગ્ર દિશાઓ,ગ્રહો,નક્ષત્રો,દેવ કે દાનવ...અરે બ્રહ્માંડ ને આહવાન
આપે છે....જો એક નારી ને સમજવી હોય,તેના વિષે લખવું હોય,તેના વિષે બોલવું હોય ...તો વધારે નહિ પણ ફક્ત ૨૪ કલાક એક સ્ત્રી બનીને જીવવાનો અનુભવ લો..
જીંદગી ના દરેક પાસાને એક સ્ત્રીત્વ પ્રમાણે દિલ થી સ્વીકારો..તો કદાચ ૧૦% સ્ત્રી 
સમજાશે...બ્રહ્માજી એ કેટ કેટલા અગણિત રસાયણો ના ભંડાર ઠાલવ્યા છે એક નારી ના સર્જન માં...!
તેના દરેક રસાયણો પરાકાષ્ટાને પામે છે...
તેના ગુણધર્મો માં...ધીરજ,સહિષ્ણુતા,સંવેદના,પ્રેમ,મમતા,સન્માન,ખુમારી,ગુસ્સો,દ્વેષ,ઈર્ષા,શક્તિ,બુદ્ધિ,વિચારશક્તિ,સાહસ,શૌર્ય,વિવેક,રચનાત્મક....અરે ઘણું બધું...અધધધ....કહી શકાય તેટલું....!

અરે, નારી તો એક social  ક્લીનર પણ છે...વિચારો સમાજ માં પુરુષો ની વિકૃતિ ને શાંત કરનારી ''વેશ્યા'' સમાજ માં ન હોત તો...કલ્પના કરો કેટલો ગંદો હોત આ સમાજ...!!!
આજે ''વિશ્વ નારી દિવસે''  પ્રભુ ને એક જ પ્રાર્થના....
જયારે જયારે મને અવતરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ત્યારે ફક્ત એક ''નારી-યોની''
જ આપજે....સાર્થક જીવન જીવ્યા નું સૌભાગ્ય તો મળે...!!!

નીતા.શાહ.

Monday, March 5, 2012

હૃદય મારું ચારણી બની ગયું છે તારી ઉપેક્ષાઓ વીંધી રહી છે....!



હૃદય મારું ચારણી બની ગયું છે
તારી ઉપેક્ષાઓ વીંધી રહી છે..

નથી મારે ટહુકો જોઈતો
નથી મારે કલરવ જોઈતો
નથી મારે મન-મરતબો જોઈતો..
મને તો ખપે દરિયાના મોજે એક મીઠા જળનું બિંદુ...!

મારું રૂદિયું મંદિર છે
મારું રૂદિયું મસ્જીદ છે
મારું રૂદિયું ગુરુદ્વારા છે...
મને તો ખપે હજારો પ્રલોભનો વચ્ચે એક અશ્રુ બિંદુ...!

સારેગમ નો સુર છું
ચાંદની નું નુર છું
લાગણી નું ઘોડાપુર છું
મને તો ખપે કણ-કણ માં દોડતું ને દઝાડતું સ્પર્શ બિંદુ...!

-નીતા.શાહ.


Saturday, March 3, 2012

અમદાવાદી ની રોજનીશી....

સવારે વહેલા ઉઠીને કામે લાગો
કેમ હું કઈ કુકડો છું...?
સમય પ્રમાણે નિત્યક્રમ જાળવો
કેમ હું કઈ ધડીયાળ છું...?
જીવનમાં સહનશીલતા કેળવો
કેમ હું કઈ ધરતી છું..?
નિયમિતતા ને પ્રાધાન્ય આપો
કેમ હું કઈ સુરજ છું..?
સંગઠન બળ થી મજબુત બનો
કેમ હું કઈ કીડી છું...?
આળસ ને ત્યજીને ઉદ્યમી બનો
કેમ હું કઈ મધમાખી છું..?
મીઠા વચન બોલીને મીઠા બનો
કેમ હું કઈ કોયલ છું...?
બીજાને ઉપયોગી પરોપકારી બનો
કેમ હું કઈ ઝાડ છું...?
હમેશા દુખમાં પણ હસતા રહો
કેમ હું કઈ ગુલાબ છું...?
હવે ઉપદેશ આપવાનું બંધ કરો
હું અમદાવાદી છું...?
ક્યારે ને ક્યાં ને શું..બરાબર જાણે
હું બહુર્મુખી છું...?
શું સમજ્યા...???

-નીતા.શાહ.

Friday, March 2, 2012

યાદ ની પાંખ પણ કેવી છે સાહ્યબા જાણે ટહુકો છે ને કોયલ જ નથી...!




યાદ ની પાંખ પણ કેવી છે સાહ્યબા
જાણે ટહુકો છે ને કોયલ જ નથી...
વેદનાની આંખ પણ કેવી છે સાહ્યબા 
જાણે પ્રકાશ છે ને સુરજ જ નથી...
મર્યાદાની સાખ પણ કેવી સાહ્યબા
જાણે વાચા છે ને જિહવા જ નથી...
સપનાની કાંખ પણ કેવી સાહ્યબા
જાણે સપનું છે ને નીંદર જ નથી...
વિરહની ચાહ પણ કેવી છે સાહ્યબા
જાણે ધુમાડો છે પણ આગ જ નથી...
-નીતા.શાહ.


સંવેદના... ભગવાને કોઈને દુઃખથી વંચિત ક્યાં રાખે છે..? જુવો સૂર્ય અને ચંદ્ર ને ...!

                    
                            
           સંવેદના...
ભગવાને કોઈને દુઃખથી વંચિત ક્યાં રાખે છે..?
જુવો સૂર્ય અને ચંદ્ર ને 
ગ્રહણ તો તેને પણ લાગે જ છે ને ?
માનસિક સુખ તે સુખી વેદના
માનસિક દુઃખ તે દુઃખી વેદના
જ્યાં સુખ કે દુઃખ કઈ પણ ન હોય ત્યાં..?
ત્યાં ઉપેક્ષાની વેદના...

મારા માટે વેદના એ 
સક્રિય પ્રક્રિયા છે...જીવંત વેદના
વેદના વગર સંવેદના ક્યાં શક્ય જ છે ?
યાદ છે ઓસ્કાર વાઇલ્ડ ના શબ્દો..
'' આપણા માટે એક જ મૌસમ છે જીવન માં,
  અને તે છે સંવેદનાની મૌસમ...!''

બે પ્રેમીની વિરહ ની વેદના
કેટકેટલી સંવેદના જન્મ લે છે...
દીકરી ને હંમેશાં માતા-પિતાની વેદના
સંવેદના જગાવી ને આંખ પલાળી દે છે
એક માતા ને બાળકોની વેદના
સંવેદના થી ઉછળતું માતૃત્વ...
જેટલા સગપણ ના આયના..
તેટલા સંવેદના ના તાપણા...

-નીતા.શાહ.


Tuesday, February 28, 2012

આજે તો હૈયું હિલ્લોળે ચડ્યું ...સખા


 આજે તો હૈયું હિલ્લોળે ચડ્યું ...સખા
 નામ મને તારુંમારા જેવું લાગે સખા
 બોલું  હેતને વરસે અનરાધાર સખા
 બોલું ખુશ્બુ ને મહેકે મુજ શ્વાસ સખા
 બોલું સુરજ ને આંખડી  ઉઘડે સખા
 બોલું 'માં'ને હાલરડું સંભળાય સખા 
 કૃષ્ણ બોલું મીઠી બંસી રેલાય સખા
 પાગલ બોલું ને બ્હાવરી ભાળું સખા...

નીતા.શાહ.


અરે,કેમ છો...? અઘરા સવાલ નો સહેલો જવાબ એય લીલાલહેર છે...!



    







       અરે,કેમ છો...?
અઘરા સવાલ નો સહેલો જવાબ
એય લીલાલહેર છે...
નથી ફંફોસવા ભૂતકાળના પાના
નથી જોવો આવતી કાલનો વરતારો
બસ 'આજ ' ને માણવી ને વધાવવી છે...
શ્વાસે શ્વાસે ધબકાર છે તારો
અધર પર મીઠો તલસાટ છે તારો
ખીલતી કળીનું હાસ્ય છે
યૌવન ફાટફાટ છે
મૌસમ માં મધમધતો પમરાટ છે
વાસંતી વાયરાનો સુસવાટ છે
કુદરત પણ આજ મહેરબાન છે
મંદમંદ સમીર નો સ્પર્શ છે
હૃદયે લહેરાતો રોમાંચ છે 
નિલાંબર ઓઢેલી પૃથ્વી પર
મન મુકીને ' આજ ' ને માણવી છે
કાલ કોણે દીઠી...???

નીતા.શાહ.

Monday, February 27, 2012

લખાણ તો કાગળ પર જ શોભે ને.. પણ કાગળ.. કાગળ તો વૃક્ષ માંથી જ બને ને..?

                                     Banyan tree



Banyan tree




              ''કાગળ અને વૃક્ષ''

લખાણ તો કાગળ પર જ શોભે ને..
પણ કાગળ..
કાગળ તો વૃક્ષ માંથી જ બને ને..?
પૃથ્વી પરનું એક વૃક્ષ ઓછુ થાય..
તેની સાથે કેટકેટલું ઓછું થાય..?
પક્ષીનો માળો
તેનો કલશોર
તેના ટહુકાઓ
સાથે લીલા-પીળા પાંદડાની વસંત ને પાનખર...
શું તમે વાંચી શકો છો એ કાગળ પર...
સમીરનો સાક્ષાત્કાર
વર્ષાનો ચમત્કાર
છાંયડાનો પગરવ
પક્ષીનો કલરવ
કઈ લેવા દેવા છે આ કાગળ અને વૃક્ષને ..?
પરિવર્તન નો પવન પણ જરૂરી છે ને..?

એક ડસ્ટબિન ને પૂછો કે 
કાગળ રૂપી કેટલા વૃક્ષો ઠાલવ્યા છે 
એ ગંધારા ઉકરડે..?
એક પુસ્તકાલય ને પૂછો કે 
કાગળ રૂપી કેટલા વૃક્ષો મુલવ્યા છે 
માનવ-વિકાસ ના અર્થે..?

એ માનવ નો વિકાસ ત્યારે જ કહેવાશે
જયારે કાગળ નું રીસાયકલીંગ થશે..
તો જ વૃક્ષો સચવાશે...સાથે
પર્યાવરણ અને પ્રકૃતિ જીવંત રહેશે....!!!

નીતા.શાહ.



Sunday, February 26, 2012

નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે...!



                                     


                                       આંખો....
                                         
નાની મારી આંખ
એ જોતી કાંક કાંક
એ તો કેવી અજબ જેવી વાત છે...
પાછલી પેઢી ક્યાં અજાણ છે આ શબ્દો થી...?
અદભુત દુનિયા છે આ આંખની
પીડા માથામાં,પગમાં કે પેટમાં
આંસુ તો આંખમાં જ આવે ને...?
વેદના પોતાની કે પારકાની
પડધો તો આંખે જ ઝીલાય ને..?
અહર્નિશ વાસના ના તરંગો ઉછળતા હોય
સતત ભાવ અને ભક્તિ ટપકતા હોય
નિત નવા સપનાઓ ઉગતા હોય
નિરાશા ને ઉદાસી ના થર જામતા હોય
કોઈક આંખ જગનું અમૃત શોધતી હોય
બીજી આંખ જગના ઝેર ઓકતી હોય


પહેલી નજરનો પ્રેમ....
સહેજ આંખ મળે ને...મટકવાનું નામ ન લે
આંખો ના એ મૌન સંવાદ માં જીવન-મરણ ના કોલ પણ દેવાઈ જાય 
પાંપણોના પ્રવેશ દ્વારથી ઊતરી જાય હૈયામાં
પછી તો બંધ આંખે પણ ફક્ત ''તું જ તું''
સ્નેહની સરવાણી માં શ્વાસ ની આપ-લે માં રત આંખો
જીવન ના તાંતણે વણાઈ જાય...

માનવ-હૃદય નો આયનો છે આંખ
અહંકાર ને ઓળખી શકાય
નમ્રતા ને પામી શકાય
અહંકાર ના ડોળા ઉંચે હોય ને 
નમ્રતા ની કીકી ઢળેલી હોય...

કલ્પના કરો એ ચક્ષુહીન ની..
અનુભવો તેની લાગણી ને
ફક્ત ચોવીસ કલાક તો જીવો ચક્ષુહીન બનીને 
આંખો નો અર્થ સમજાશે
જિંદગીનો મર્મ સમજાશે 
મહિમા સમજાશે ચક્ષુદાન નો
કરોડો આંખો માં થી ફક્ત બે આંખોને 
દ્રષ્ટિ આપવાનો મોકો
ઝડપીશું એ મોકો તો
અંતિમ સમયે...મૃત્યુ પણ મલકાશે ...
લઇ જ તારે જે જોઈએ તે...પણ
જો જે ને આંખો તો મારી જીવંત જ રહેશે...
મારા વ્હાલીડા ને નીરખવા....!!!

નીતા.શાહ.









Saturday, February 25, 2012

વાતા વાસંતી વાયરામાં વ્હાલી વાંસળી વગાડને વાલમા..!


વાતા વાસંતી વાયરામાં વ્હાલી વાંસળી વગાડને વાલમા...
સુમધુર સુરે સખણા સુતેલા શમણાને  સાકારને  વાલમા...

વાગોળી વાગોળીને વિરહની વેદનાને વલોવમાં વાલમા...
સુખે સુતેલી સાહ્યબીને સુંવાળી સેજ.. શરમાવના વાલમા...

હરખે હરખપદુડું  હૈયું  હિલ્લોળે  હલેસા હમજાય વાલમા...
મનમંદિરની મુરત માનું.. માંગું મનામણા મારા વાલમા...

રંગીન રંગીન રમતો.. રમતું રૂદિયું ને રીસામણે વાલમા...
રમતા રમતા રોવડાવે.. રાજીપો રાખું રમખાણે વાલમા...

ભાદરવે ભોગવું ભાગ્યને ..ભમરાને ભમરાવ ન વાલમા...
ગમતી ગઝલ ગમતા ગીતો ગાજે ગરિમા ગગન વાલમા...

--નીતા.શાહ.

                     

Wednesday, February 22, 2012

વૃદ્ધાશ્રમ ....આછંદાસ

જેવો કમ્પાઉન્ડ માં પગ મુક્યો
કેટકેટલી આંખોમાં લાચારી ટપકતી'તી
કોઈ બાંકડે,કોઈ હિંચકે,કોઈ ખાટલે...
કરચલીઓમાં વીટાળાયેલ દેહ, બોખો ચહેરો,હાથે લાકડી...
પણ સાહેબ...જુસ્સો તો જુવો...!
જાણે બધાને સેન્ચ્યુરી પૂરી કરવાની ખેવના...
પે...લા..છે તે ભીખી બા...પણ જબાને બહુ તીખા..
હા...આ..હસમુખ દાદા ....પણ જાણે વર્ષો થી હસ્યાં નથી...
આ..જે...છીકણી તાણે છે ...એ છે ...ધર્મિબેન..પણ ધરમ સાથે મોટું છેટું..
આ..જે  ભાવથી પીરસે છે ને..? તે જ્યોતિબેન...૨૪ કલાક સેવા ની જ્યોત થી ઝળહળે ...
આ વાંકી વળી ગયેલી કાયા સાથે ટટ્ટાર મનોબળ,જતન કરવાનું જોર..એવા વિરબાળાબેન...
દરેક વડીલો ના મોટાબેન,વ્હાલ વહેચતા બેન....આખા વૃદ્ધાશ્રમ નું દ્રડ મનોબળ...!!!
બોલવામાં મધ ઝરે ને કીકી માં હેત ઉમટે...
સૌ કોઈની આશ હતા...વિરબાળાબેન..!

નવા કોઈ આંગતુક ના આગમને 
હજારો સવાલ બધી જ આંખો માં રમતા..
''દીકરાએ કાઢી મુક્યા હશે..?''
''વહુ એ તગેડી મેલ્યા હશે..?''
''ચોક્કસ દીકરી નહિ હોય...!''

           મિત્રો....
  આપણ ને ખબર તો છે જ....
''વારા પછી વારો ને તારા પછી મારો..''
''પીપળ પાન ખરંતા, હસતી કુંપળિયા 
 મુજ વીતી તુજ વીતશે...ધીરી બાપુડિયા..''

  વધુ કઈ કહેવાની જરૂર ખરી...?
પણ એક સંદેશ આપવો છે ...આપણા વડીલ મિત્રો ને...
જીવન એવું જીવીએ કે કોઈને નડીએ નહિ
ગમનો ઘૂંટ ભરીએ ને કોઈને વઢીએ નહિ 
તન અને મન સાથ આપે તેવા કામો કરીએ
રડતા ને હસાવીએ ..હસતા રમતા જીવીએ
દરેક ને ભાવે તેવું પીરસીએ...
જીભે પ્રેમાળ શબ્દો સજાવીએ....!!!

{જોજો ને...દુર જ રહેશે આપણાંથી આ ''વૃદ્ધાશ્રમો''}

--નીતા.શાહ.


Tuesday, February 21, 2012

જોયા કરો ટીકીટીકીને કંઈ પણ બોલ્યા વગર પીળા પાનનું તાપણું ને લીલી પાનખર ને તાક્યા કરો..!





જોયા કરો ટીકીટીકીને કંઈ પણ બોલ્યા વગર
પીળા પાનનું તાપણું ને લીલી પાનખર ને તાક્યા કરો...

પુરા નગર માં નાખી સંચારબંધી ને કમાન્ડો વગર
ક્યાંક આગ,લુંટફાટ ફાટી આંખે ટીવી ને તાક્યા કરો...

આંખોમાં સ્મિત અને હોઠે સજાવ્યા આંસુ બોલ્યા વગર
નિંદરમાં સપનું હોય, ખુલ્લી આંખે સપના તાક્યા કરો...

નથી જ આવવાના ને  ભાસે ભણકારા પગરવ વગર
અમથી વાગે ડોરબેલ ને દોડું સુના ઉંબરા તાક્યા કરો...

-નીતા.શાહ.

Monday, February 20, 2012

ભૂલી જાવ સાહેબ કરીનાની ઝીરો,ઉ-લાલાની લચીલી ફિગર આહ ભરે સૌ જયારે...કાતિલ નજરોથી સ્મિત ફેકતી મધુબાલા...




મેં તો સાવ જ અનોખી દુનિયા જોઈ છે... ... ...

ભૂલી જાવ સાહેબ કરીનાની ઝીરો,ઉ-લાલાની લચીલી ફિગર
આહ ભરે સૌ જયારે...કાતિલ નજરોથી સ્મિત ફેકતી મધુબાલા...

ભૂલી જાવ સાહેબ ઈન્ટરનેટ,ટ્વીટર,એફ-બી,યાહૂ કે પછી જી-મેલ
કેવી મજા પંચાતની...મસાલાથી ભરપુર વાતો ઓટલાપરિષદની ...

ભૂલી જાવ સાહેબ આ પિત્ઝા,બર્ગર સેન્ડવીચ કે પછી બરીતો બાઉલ
પાણી છૂટે મોંમાં..જયારે  ચૂલે શેકાતો રોટલો ને વલોણાની છાશ...

ભૂલી જાવ સાહેબ આ કોલાવેરી,પોપ,જેઝ,હીપહોપ કે પછી ફ્યુઝન 
લોક પલળે જયારે...નરસૈયો ગાય કેદારો ...ને મેઘ વરસી પડે...

ભૂલી જાવ સાહેબ આ કી-પેડ ની કરામત ને નચાવતી આ સ્માઈલી
દુનિયા અવાચક જયારે...વાંકાચૂંકા હસ્તાક્ષર છે તો ગાંધીના ને...!!! 

ભૂલી જાવ સાહેબ આ કલર,સ્ટાર,ઝી,સોની,સબ,સ્પોર્ટ્સ કે ન્યુઝ ચેનલ
દુરદર્શન ની કમાલ ત્યારે...પોળ આખી એકજ ઘેરને ભક્તિ 'રામાયણ'ની... 

--નીતા.શાહ.

 કેટલી નાખીશ તું ધૂળ સુરજ ની સામે?
કુણીનજર તો નાખ જરા પૂરવ ની સામે...

સત્ય ને બ્રહ્મ હતું  મુરલીધર ની સાખે 
ફક્તપાંચ કાફી હતા સો કૌરવોની સામે...

ટૂંકી પોતડી ને લાકડી અહિંસા ની સાથે
સુકલકડી તન કાફી હતું અંગ્રેજો સામે ...

માત આપે  ઘોડો પણ રાજા ની સામે 
તીખી એક ચાલ કાફી છે નસીબ માથે... 

નીતા.શાહ.