અરે,કેમ છો...?
અઘરા સવાલ નો સહેલો જવાબ
એય લીલાલહેર છે...
નથી ફંફોસવા ભૂતકાળના પાના
નથી જોવો આવતી કાલનો વરતારો
બસ 'આજ ' ને માણવી ને વધાવવી છે...
શ્વાસે શ્વાસે ધબકાર છે તારો
અધર પર મીઠો તલસાટ છે તારો
ખીલતી કળીનું હાસ્ય છે
યૌવન ફાટફાટ છે
મૌસમ માં મધમધતો પમરાટ છે
વાસંતી વાયરાનો સુસવાટ છે
કુદરત પણ આજ મહેરબાન છે
મંદમંદ સમીર નો સ્પર્શ છે
હૃદયે લહેરાતો રોમાંચ છે
નિલાંબર ઓઢેલી પૃથ્વી પર
મન મુકીને ' આજ ' ને માણવી છે
કાલ કોણે દીઠી...???
નીતા.શાહ.


No comments:
Post a Comment