વૃક્ષ સ્તુતી...કવિતા
જુવો વૃક્ષોની વણઝાર
છે ધરતીનો શણગાર
જ્યાં તુંલસીનો ક્યારો
છે ત્યાં મોહન પ્યારો
વૃક્ષ છે તો વરસાદ
નહિ તો બધું બરબાદ
ગુલમોહર ને ગરમાળો
કદી ન પજવે ઉનાળો
છે વૃક્ષો તો છે વસંત
છે ત્યાં દુખોનો અંત
રાતરાણીની છે સુગંધ
હૃદયમાં વરસે ઉમંગ
કરીશું વૃક્ષોને વ્હાલ
થઇ જશું સૌ ન્યાલ
નીતા શાહ

No comments:
Post a Comment