રાત કાળી હોય તેથી શું થયું ?
ગઝલગાલગાગા ગાલગાગા ગાલગા
રાત કાળી હોય તેથી શું થયું ?
રાતની પાછળ સવારો હોય છે
અવદશાઓ કાયમ રહેતી નથી
પાનખર પાછળ બહારો હોય છે
બદનસીબી કાયમી રહેતી નથી
ભાગ્યની પાછળ સિતારો હોય છે
જીવન-નૈયા હાંક્યા કરું સતત
ક્યાંક દરિયાને ય આરો હોય છે
નફરતોની આંધીયોની ઓટમાં
પ્રેમનો મોઘમ ઈશારો હોય છે
જીંદગી સહેજે ય ગભરાતી નહિ
હિંમતે ભેરુઓ હજારો હોય છે
નીતા શાહ

No comments:
Post a Comment