મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Monday, March 31, 2014

સનાતન એ છે ....!




કેવી રીતે લખું  ....ઘોર અંધારા ને તેજના ભારા 
સનાતન એ છે  ....દરેક માનવીના ભાગ્ય ન્યારા 

કેવી રીતે લખું  ....સૂર્ય પર જ્વાળા આભમાં તારા 
સનાતન એ છે  ....ડૂબતા સુરજ નામે રંગના ક્યારા 

કેવી  રીતે લખું  ....ભીની છે રેત અને  સાગર ખારા
સનાતન એ છે  ....રાખની નદીઓ તટે સપના ઓવારા 

કેવી રીતે લખું  ....ઘાસ પર ફૂલો ને ડાળ પર પંખી પ્યારા
સનાતન એ છે  ....મોસમનો પત્ર ક્યા સરનામે વ્હાલા

કેવી રીતે લખું  ....પૂનમે શા ઉમળકે સાગરે ભરતી 
સનાતન એ છે  ....જળ ઉપર યુવાન લહેરો વલવલતી 

નીતા શાહ [31/3/2014] 



Monday, February 24, 2014


વાતો કરે ચાંદને ધરતી પર ઉતારવાની 
ધોળે દિવસે તારા દેખાડશે  ...સત્તા મળ્યા પછી 

વાતો કરે મોંઘવારીને મૂળમાંથી ઉખાડવાની 
ક્યારેય ઘટી છે તો ઘટશે   ...સત્તા મળ્યા પછી 

વાતો કરે ગરીબાઈ ને મૂળમાંથી હટાવવાની 
 ગરીબોને જ હટાવી ન દે ...સત્તા મળ્યા પછી

વાતો કરે મફત પાણી વીજળી ભ્રષ્ટાચારની 
બાપની સરકાર છે જો આપી દેશે સત્તા મળ્યા પછી 

વાતો કરે સિમ્પલ લીવીંગ ને હાઈ થીંકીંગ ની 
લાગે છે ક્યાય કનેક્ટ થશે  ....સત્તા મળ્યા પછી 

નીતા શાહ 

સ્મરણોથી ભારેખમ હતો ઓરડો આખો ...!






સ્મરણોથી  ભારેખમ હતો ઓરડો આખો 
સુનું લાગે ઘર હવે આપના આવ્યા પછી 

જુઓ ફૂલો ની ખુશ્બુનો પડે પડછાયો 
મોરલો તો ચીતરાય ટહુકો ચીતર્યા પછી 

એકલો અટૂલો ઉભો છે એ ભરબપોરે 
જીવનભર અઢળક વૃક્ષો વાવ્યા પછી 

ભર્યાભાદર્યા હૈયે થઇ ગઈ સાવ ખાલી 
આદરી જ્યા ચેષ્ટા મુઠ્ઠીઓ ખોલ્યા પછી 

તરસી ધરાને મળ્યો નથી એક છાંટો 
જોને વરસાદ આખી રાત પડ્યા પછી 

રહી પથ્થરો વચ્ચે બી સુંવાળપ સાચવી 
દિલપથ્થર કાં થયું ફૂલોના સથવારા પછી

નીતા શાહ  



Tuesday, November 12, 2013

नामुमकिन है। .!

आई नो  … दिलमे तेरे जगह पाना नामुमकिन है ,
आई नो  … दिलमे तेरे प्यारका चिराग जलाना नामुमकिन है 
आई नो  … तेरी जिंदगी में मेरा वजूद होना नामुमकिन है,
आई नो  … मेरी ख़ुशी या गमसे वास्ता तेरा नामुमकिन है,
यु   नो   … फिर भी दिलो-दिमागसे तुजे हटाना नामुमकिन है। 

नीता शाह 
१२/११/१३

Sunday, October 27, 2013

આજે ઉગ્યો સોના નો સુરજ મારી આંખો માં...!



આજે ઉગ્યો સોના નો સુરજ મારી આંખો માં
પ્રભુનો સંદેશ આવ્યો...
જીંદગી નું નવું સોપાન લાવ્યો...
આત્મ-વિશ્વાસ અને શક્તિઓ નું આહવાન...
'' ઉભી થા અને તારી અગાધ શક્તિ ઓને વહેવા દે..
   જીંદગી ને જ ગતિ બનાવ...
  ગતિસ્વમ-ગતિસ્વમ ત્વમેકા ભવાની...!
  પાછુ વાળીને જો માં...
  ખોલી નાખ તારી જીવન-કિતાબ નું નવું પાનું...
  ખોવાયેલી તારી ઓળખને પાછી મેળવ...
  તું જ 'ઓમ' છે ને તું જ 'ઓમકાર'' છે...''

નીતા.શાહ.

દિલની કિતાબ માં રાખ્યું એક પાનું...!


દિલની કિતાબ ...!



દિલની કિતાબ માં રાખ્યું એક પાનું
દેશ દુનિયા થી સંતાડ્યું  એને છાનું

દિ' ક્યાં ઉગે ...ઉગમણી દિશા ભાનુ
જીવતરનું  આ મસ્તમજા નું બહાનું

દુર છે જોજન ...આથમણી દિશા ટાણું
રીસામણા ...મનામણા ને  નિત માણુ

વ્હાલા કાન્હા ..જોજે  જતન કરી હું જાણું
કૃપા તારી માંગું સાથ નીશદીન હું માણું

પ્રત્યક્ષ કે પરોક્ષ ફરક નાસમજો તો માનું
આ તો આતમનો પોકાર સમજો તો માનું

દુર દૂરતા કે નજદીકિયા ક્યારેય ન માનું
સ્થાન હૈયામાં તો દૂરતા  ક્યારેય ન માનું

નીતા શાહ



Wednesday, June 26, 2013

લલચાવ્યા કરે ....!





લલચાવ્યા કરે ....!

ભિંસાયા કરે શબ્દો મૌન ના મુખમાં 
પીસાયા કરે વાણી વેદનાના સુખમાં 

ભુંસાયા કરે પસાર થતી હર ક્ષણ 
ડોકાયા કરે હમેશ અતીતની પળ 

ઉભરાયા કરે જળ ઝાંઝવાનાં રણમાં 
સરકાવ્યા કરે એ કાળને આ ક્ષણમાં 

સર્જાયા કરે શમણાઓનું આખું નગર 
વિખરાયા કરે જયારે ઉઘડે આ નયન 

લલચાવ્યા કરે શબ્દો મને દુરદુરથી 
ઉલ્ઝાવ્યા કરે જો ભેગા કરું મૂળથી 

નીતા શાહ 


Tuesday, April 16, 2013

ચાલોને ....ભૂતકાળ ભૂતકાળ રમીએ ....!



ચાલોને  ભૂતકાળ ભૂતકાળ રમીએ 
અધૂરા મધુરા સપના સપના રમીએ 

ચાલોને સખા સવાલ સવાલ રમીએ 
અધૂરા કથીરા જવાબ જવાબ દઈએ

ચાલોને સખા પ્રતીક્ષા પ્રતીક્ષા રમીએ 
ભરેલી ભીડમાં એકલા એકલા રડીએ 

ચાલોને સખા સોગંદ સોગંદ  રમીએ 
પાળવાના માનમાં ઝૂરી ઝૂરી મરીએ 

નીતા શાહ 

Thursday, March 21, 2013



  કરું છું યાદ એ ...!





કરું છું યાદ એ  હાલરડું  ગણગણવા ના દિવસો
કરું છું યાદ એ ઘોડિયું  હીંચોળવા ના દિવસો

કરું છું યાદ એ મોજા-ટોપી ગુથાવાના દિવસો
કરું છું યાદ કોખને જતનથી પંપાળવાના દિવસો

કરું છું યાદ એ નામાવલી ને ફંફોળવા ના દિવસો
કરું છું યાદ એ  ''હી કે શી '' ગડમથલ ના દિવસો

કરું છું યાદ એ મમતાને   ઉજાગર કરવાના દિવસો
કરું છું યાદ એ માતા-પિતાની વ્હાલી હૂંફ ના દિવસો

કરું છું યાદ એ માતૃત્વના મોઘેરા શમણાના દિવસો
કરું છું યાદ એ પ્રાર્થના ..તુજ .રક્ષણ કાજે ના દિવસો

આજે ફરી ફરીને આવી ગયો દિ ...એ અમૂલો દિવસ
'નાની' બની ને દીહિત્ર ને ખોળે રમાડવાના દિવસ

નીતા શાહ [20/3/2013, બુધવાર ]

Monday, February 18, 2013

રસ્તામાં જતા જતા પાછા વળાય નહિ કારણ વન-વે


કારણ વન-વે ...!

રસ્તામાં  જતા જતા પાછા વળાય નહિ કારણ વન-વે 
સામેવાળા ભૂલથી પણ અથડાય નહિ કારણ  વન-વે 

પ્રેમમાં ઈકરાર નહિ ઇનકાર પણ નહિ કારણ વન-વે 
વ્યાકુળ હૃદયોનું મિલન ક્યારેય નહિ કારણ વન-વે 

આવવું અને જવું મળવું ક્યારેય નહિ કારણ વન-વે 
લાગણીઓ મારે ટકોરા સંભળાય નહિ કારણ વન-વે 

અંધત્વ ને બહેરાશ પ્રેમ માં ક્યારેય નહિ કારણ વન-વે 
ઈશને ભજો રાતડી જવાબ ક્યારેય નહિ કારણ વન-વે 

ડિવાઈડર ની આજુબાજુ હરહમેશ રહી કારણ વન-વે 
સાથે ચાલવું ને અથડાવું ક્યારેય નહિ કારણ વન-વે 

નીતા શાહ 














Sunday, October 14, 2012

જાણું છું સૌન્દર્ય-બાગ માં પુષ્પોની ખોટ નથી હોતી...!

ફાવી ગયું છે....!


જાણું છું સૌન્દર્ય-બાગ માં પુષ્પોની ખોટ નથી હોતી
પણ રણ મહી કણની સુંદરતા નીરખતા ફાવી ગયું છે 

જાણું છું શક્ય નથી મિલન માધુર્યની ખોટ નથી હોતી 
પણ યાદ ને પણ મુલાકાતમાં ફેરવતા ફાવી ગયું છે

જાણું છું પ્રેમનો અહેસાસ અપેક્ષાની ખોટ નથી હોતી
પણ મૃગ-જળ થી હવે તરસ  છીપાવતા ફાવી ગયું છે 

જાણું છું ગઝલ કે કવિતામાં શબ્દોની ખોટ નથી હોતી 
પણ પ્રેમભીની કોરી ગઝલને ઉકેલતાં ફાવી ગયું છે 

                                                  નીતા.શાહ.



          

Sunday, September 30, 2012

તેનું એપી સેન્ટર તો આંગળી જ છે ને?

 તેનું એપી  સેન્ટર તો આંગળી જ છે ને?


ભલેને આંગળી થી નખ વેગળા હોય, પણ તેનું એપી  સેન્ટર તો આંગળી જ છે ને?
વરસી ગયેલા જળ થી વાદળ વેગળા હોય, તેનું એપી સેન્ટર તો વાદળી જ છે ને?
સંવેદના પણ હૃદય થી વેગળી હોય, પણ તેનું એપી સેન્ટર તો લાગણી જ છે ને?
દ્રશ્ય પણ આભાસ થી વેગળું હોય, પણ તેનું એપી સેન્ટર તો માંગણી જ છે ને?



  નીતા શાહ                                                                                         

Wednesday, July 25, 2012

 અન્સરટેનિટી  ....! 
                    



શું કહીને ટકોરા મારે છે ?
શું એપોઇન્ટમેન્ટ લઈને આવે છે ?
શું શક્યતા અશક્યતાને
માત આપી શકે છે ?

પરિવર્તન નો પવન તો
કુદરતનો નિયમ છ
જળ ત્યાં સ્થળ અને
સ્થળ ત્યાં જળ....જીવન છે

ક્યાંક આગ તો ક્યાંક લુંટફાટ
ક્યાંક ધરતી કંપે ...ફાટફાટ
ક્યાંક દુષ્કાળ તો ક્યાંક જળબમ્બાકાર
ક્યાંક સ્ટ્રોમ તો ક્યાંક અકસ્માત

જે આજે રાજા કાલે રંક
કિસ્મતના આ છે બધા ખેલ
સંભાવનાનું વાતાવરણ દંગ
ભય,અજંપો ને ડીપ્રેશનથી તંગ

સુરક્ષા કવચ ખુબ જરૂરી છે મિત્રો
સુરક્ષિત બનાવો જિંદગીને
સુરક્ષિત બનાવો કુટુંબને
સુરક્ષિત બનાવો ભવિષ્યને...

મિત્રો, અમે મદદરૂપ થાશું...
વહાણ તો વિશ્વાસે
જ તરે ને ...???

નીતા.શાહ.


Friday, July 6, 2012

કાચના પિંજરમાં અહી જીંદગી કેદ છે ......6/7/2012...friday.

કાચના પિંજરમાં અહી જીંદગી કેદ છે
યાદોના પંખીઓ અહી હૃદયે  કેદ છે
માપસરનું હસવું  અહી હાસ્ય કેદ છે
માપસરનું બોલવું અહી શબ્દો કેદ છે

સબંધો સ્વાર્થના ધાગે અહી કેદ છે
'હું ' ની સામે 'આપણું' અહી કેદ છે
'અહં'ની સાથે 'રહેમ' અહી કેદ છે
'દિવ્ય'ની સાથે 'પ્રકાશ'અહી કેદ છે

સ્નેહના સાટામાં 'સપનાં' અહી કેદ છે
જુદાઈના પિંજરમાં મિલન અહી કેદ છે
લાલચના પિંજરમાં વિશ્વાસ અહી કેદ છે
તરફડતી આંખોમાં મીઠું દર્દ અહી કેદ છે

ભાગ્યરેખા હાથની હથેળીમાં અહી કેદ છે
ઈચ્છાઓ દિલની નસીબ માં અહી કેદ છે
ગમતા શબ્દો પણ શરમ માં અહી કેદ છે
ગીતો પણ છંદના પિંજરમાં અહી કેદ છે


નીતા.શાહ.

Thursday, June 7, 2012

જીવન ની દરેક ક્ષણોને મરજી મુજબ જીવી શકી હોત ...!

                                 કાશ....

જીવન ની દરેક ક્ષણોને 
મરજી મુજબ જીવી શકી હોત 
હૃદયના દરેક ધબકારને 
પોતીકો માનીને ઝીલ્યો હોત...

જિંદગીના દરેક  પડાવોમાં 
તે સાચી હૂંફને સીંચી હોત...
વારંવાર મળતી ઉપેક્ષાઓથી 
વિંધાતા કાળજાને જોઈ શક્યો હોત...

લાગણીના અને હૂંફના બે બોલથી 
અતૃપ્ત આત્માને તૃપ્તિ આપી હોત 
સતત સંઘર્ષમાં પસાર થતી પળોમાં 
વેદનાના વાદળોને વિખેરી શક્યો હોત...

વાતોવાતોમાં મૌનને તોડીને
આર્થિક-સામાજિક વાતો શેર કરી હોત 
કેટકેટલી વાર મન ને માર્યું તું 
માણીગર બનીને સમજી શક્યો હોત...

ઈચ્છા હતી હસતા-રમતા જીવનની 
અહમના પર્વતને પીગળાવી શક્યો હોત 
ફફડતી-તરફડતી એક નારીજીવનમાં 
નાહકની શંકાની સોય ચિંધાઈ ન હોત... 

નીતા.શાહ.
5/6/12..મંગળવાર 











Monday, May 28, 2012

લાજ અને શરમ બંને સ્ત્રીના ઘરેણાં...!



લાજ અને શરમ બંને સ્ત્રીના ઘરેણાં,
સત્ય અને સ્નેહની સોગાત છે મહેણાં

ભાસ અને આભાસ વચ્ચે ભીંસાતી નારી,
ખુશિયા વેરતી ને ગમને સમેટતી નારી 

શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેની જીંદગી
ઝબલું ને શ્વેત કફન વચ્ચેની જીંદગી

અડધા 'સ'ને કાઢું  સ્મરણનું થાય મરણ  
અડધા 'સ'ને કાઢું સ્વજનનું લાગે વજન

કેવી રીતે ભૂલું આપી વચન ભૂલવાનું
કેવી રીતે જીવું આપી વચન મરવાનું

નીતા.શાહ.




Wednesday, May 23, 2012

અહેસાસ શોધું છું ....23/5/12



 અહેસાસ


ક્યારેય સારા-નરસા વિચારોને 
પ્રગટવા ન દે 
તેવો અહેસાસ શોધું છું 

ક્યારેય સુખદુખના આવરણને 
સ્પર્શવા ન દે 
તેવો ગમ શોધું છું 

ક્યારેય પાંપણના  અશ્રુઓને 
ભીંજાવા ન દે 
તેવો તાપ શોધું છું 

ક્યારેય ગમ ના કાળા વાદળોને 
બંધાવા  ન દે 
તેવો ચાંદ શોધું છું 

ક્યારેય કોઈ ઓળખે કે ન ઓળખે 
ભુલાવા ન દે 
તેવું સ્વજન શોધું છું 

નીતા.શાહ.

Wednesday, May 16, 2012

કલ્પના...


 કલ્પના...
વેરાન જંગલો વચ્ચે 
ઊંચા બનીને ઉભવું
શું એ પર્વતનું ગૌરવ છે..?
કદાચ મજબુરી પણ હોઈ શકે
તેનું અસ્તિત્વ એટલે નરી એકલતા....
સાગરનું તપીને
વરાળ બનવું
શું એ બાષ્પીભવન છે...?
કદાચ સુરજની કોશિશ પણ હોઈ શકે
સાગરને આકાશની સફર કરાવવાનું....

આકાશમાંથી તારાનું
ખરી પડવું
શું એ એની ગફલત છે...?
કદાચ અંતિમ ઈચ્છા પણ હોઈ શકે
અફાટ ધરતીનું કફન ઓઢવાનું....

વૃક્ષ પરથી પર્ણનું 
ખરી પડવું
શું એ વૃક્ષનો નિર્ણય છે...?
કદાચ એ પાનખર પણ હોઈ શકે
પુન:જન્મ  લઈને નવજીવન જીવવાનું ...

લીલાછમ ઘાસ 
પરની જળબુંદ 
શું એ સાચે ઝાકળ છે...?
કદાચ એ ઘાસનું આંસુ પણ હોઈ શકે
દુઃખ ભારોભાર વાદળે નહિ બંધાયાનું...

નીતા.શાહ.

લાગણી



 લાગણી


નામ ક્યાં આપી શકાય  કેટલાક સબંધોને
છતાં બેનામ બંધાય છે આ લાગણી
ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે
તો પણ ઝન્નતની સેર કરાવે લાગણી...

ક્યારેક ઉભરાઈ ઉઠે  હૃદય વાટે તો
વહેતા ઝરણા સમી આ લાગણી
ક્યારેક મનમાં ધૂંધવાતી ને છુપાતી
પ્રિયજનના સુખે હસી પડે લાગણી

ભલે ને હોય ગમે તેટલા કોસો દુર
નિકટતાનો અહેસાસ કરાવે લાગણી
એકમેકને  જોડી રાખતી આ કડી
જીવંત રાખે એકમેકને આ લાગણી...

નીતા.શાહ.

Monday, May 14, 2012

ભાસ અને આભાસ


ભાસ અને આભાસ

ભાસ અને આભાસ 
કેટલો તફાવત છે?
ધરા અને આકાશ 
જેટલો તફાવત

સ્વાર્થ અને પરમાર્થમાં 
કેટલો તફાવત છે?
અનર્થ અને અર્થ
જેટલો તફાવત

સમજ અને અણસમજ 
કેટલો તફાવત છે?
'હોવું' અને 'ન-હોવું'
જેટલો તફાવત

ગીત અને ગઝલ 
કેટલો તફાવત છે?
સાજ અને આવાજ
જેટલો તફાવત

પ્રેમ અને શ્રદ્ધા
કેટલો તફાવત છે?
ફૂલ અને સુગંધ 
જેટલો તફાવત

નીતા.શાહ.