લેખક શ્રી ગુણવંત શાહ ના '' અસ્તિત્વનો ઉત્સવ'' પુસ્તક માં થી એક પ્રસંગ
ઉસત્સ્ય ઋષિ પોતાના આશ્રમ માં પ્રાત:કાળે યજ્ઞ કરી રહ્યા હતા. વેદમંત્રો બોલતા હતા. એવામાં એક ભયભીત હરણ વ્યાઘ થી બચવા ઋષિની પર્ણકુટીર માં સંતાઈ ગયું. થોડી વારે હરણ ને ખોળતો વાઘ ત્યાં આવી ચડ્યો. ઋષીને વાઘે હરણ અંગે પૂછ્યું. ઋષીએ જવાબ આપ્યો :'' હે વ્યાઘ, હું તને શું કહું ? જે આંખોએ જોયું છે એને વાચા નથી અને જે જીહવા બોલી શકે છે એને દ્રષ્ટિ નથી '' ઋષિનો આ જવાબ સાંભળી વ્યાઘ ત્યાંથી ચાલ્યો ગયો. હરણ બચી ગયું.
આને કહેવાય વ્યવહારમાં શાસ્ત્રના નિયમોનો સમજપૂર્વકનો વિનિયોગ...! સત્ય અને અસત્યની એક નવી વ્યવહારુ સમજુતી કૃષ્ણ ના જીવનદર્શનમાં જોવા મળે છે. સત્ય સાપેક્ષ છે.
એક પ્રસંગે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે :
'' હંમેશા યથાર્થ વચન જ સત્ય
અને અયથાર્થ વચન અસત્ય હોય
તેમ નથી બનતું ;
જેનાથી પ્રાણીઓનું અત્યંત હિત સધાય
તે વચન જ સત્ય કહેવાય ''
નીતા શાહ

No comments:
Post a Comment