શું કરું.....આપણો સબંધ ખૂટ્યો
શું કરું.....આપણો સબંધ ખૂટ્યો
જાણે કે....લાગે ઋણાનુબંધ તુટ્યો
શું કરું......શબ્દો માં પ્રાસ છુટ્યો
જાણે કે....ગોફણમાંથી પાણો છુટ્યો
શું કરું......આતમનો પરપોટો ફૂટ્યો
જાણે કે....છેલ્લો અધુરો શ્વાસ ઘૂંટ્યો
શું કરું......દરિયા,નદી,આભ છટક્યા
જાણે કે....જોગણી,દેવી,ધજા લટક્યા
શું કરું......રાતું રાતું આકાશ લાગ્યું
જાણે કે....ખરતું કંકુ નભેથી ભાખ્યું
શું કરું......ફેન્ટસીનું સપનું તૂટ્યું
જાણે કે....કકડભૂસ મહેલ તુટ્યો....
નીતા.શાહ.

No comments:
Post a Comment