શબ્દોના શૃંગારથી મન ભરાય ત્યારે આવજે
શબ્દોના શૃંગારથી મન ભરાય ત્યારે આવજે
જ્યાં ભીતરનું મૌન ન સહેવાય ત્યારે આવજે
ચારે દિશામાં ઉદાસી ચીતરાય ત્યારે આવજે
અણધારી પળે 'છે' 'હતું' થાય ત્યારે આવજે
ઝાંઝવું નહિ વાસ્તવિકતા પરખાય ત્યારે આવજે
હું નહિ ખાલીપો મારો સમજાય ત્યારે આવજે
સબંધોના સરવૈયામાં શેષ દેખાય ત્યારે આવજે
પ્રીતના પાલવડે પ્રીત પરખાય ત્યારે આવજે
આખરી શ્વાસમાં નામ પોકારાય ત્યારે આવજે
વલોવાય હૃદય ને અશ્રુ રેલાય ત્યારે આવજે
નીતા શાહ

No comments:
Post a Comment