કેમ લખવું કાવ્ય એ સમજાય ના
[ગાલગાગા ગાલગાગા ગાલગા ]
કેમ લખવું કાવ્ય એ સમજાય ના
આ ગઝલ ને છંદ પણ પકડાય ના વાત મારી સાંભળીને સંચરો
શબ્દના સારાંશ પણ બદલાય ના
નિયમો પણ વ્યાકરણ ના જાણજો
શોધજો ભૂલો તમારી થાય ના
હાલતા ને ચાલતા વિચારજો
દિલડામાં શબ્દો એ ખોવાય ના
રાત દી એ ગીત ચાલુ રાખવું
ગાલગાગા ગાલગાગા ગાલગા
Nita Shah
નીતા શાહ

No comments:
Post a Comment