કારણ બેકારણ ... કેમ સુનું સુનું લાગે છે
આજે તારી હાજરીમાં કેમ વસમું લાગે છે.
ટપકતું એ અશ્રુ...કેમ ઉનું ઉનું લાગે છે
સ્મિતની હાજરીમાં કેમ મનગમતું લાગે છે
ઝાકળભીનું ઘાસ કેમ કુણું કુણું લાગે છે
સચ્ચાઈની સામે જુઠ હડહડતું લાગે છે
સુરજની સાખે પાન કેમ સુકું સુકું લાગે છે
વસંતમાં જ ફૂલ કેમ વણખીલ્યું લાગે છે
તરસ્યા ને ઝાંઝવું કેમ ભીનું ભીનું લાગે છે
ભર્યા ભર્યા ભીતરે કેમ ભડભડતું લાગે છે.
--નીતા.શાહ.

1 comment:
Wah nitaben waah
Post a Comment