મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Tuesday, July 25, 2023

વાર્તા



     ઉપરાછાપરી ત્રણ-ચાર બેલ વાગ્યા.શ્વેતાબેન રસોડામાં સાંજની રસોઈ કરી રહ્યા હતા. ગેસ ધીમો કરીને હાંફળાફાંફળા બારણું ખોલવા ગયા.બારણું ખોલ્યું તો સામે એક છોકરી ઉભી હતી.અસ્તવ્યસ્ત વાળ,માથે હાંડલી,મેલીઘેલી, દસબાર વર્ષની હશે.
શ્વેતાબેને જરા ગુસ્સામાં પૂછ્યું,''કોણ છે તું ? અને આટલા બધા બેલ કેમ મારે છે?''
છોકરી હસતા હસતા બોલી,''ભાભી વારુ આલો''
ત્યાં તો ઉપરના માળેથી કંકુ આવીને બોલી,'' ભાભી, આ મારી બુનની છોડી છે.પેલા મારી બુન કુવારી હતી તારે મારી ભેગી જ રેતી 'તી. પસી એના લગન થઇ જ્યા એટલે એને હાહરે જતી રઈ.તી હું જઅતી એને મલવા એટલે મારી હંગાતે લેતી આઈ.વારુ લેવા નીકરી તો મારી હંગાતે થઇ જઈ.બઉ હુસીયાર ને હસમુખી છે આ જમકુડી! જમકુ, જો આ સેતા ભાભી છે.
શ્વેતાબેન બોલ્યા,'' સારું...સારું...હવે ઉભી રે હું લઇ આવું.''
શ્વેતાબેન અંદરથી નાની તપેલીમાં દાલ ને ત્રણ ચાર રોટલી લેતા આવ્યા.










Wednesday, April 1, 2020

યશ

યશ

પંચાવન વર્ષની ઉંમરે
શ્રીજી એ આપી અણમોલ ભેટ
એક તેજસ્વી રત્ન આપ્યું
બાળ સહજ હાસ્ય
બાળ સહજ જીદ
બાળ સહજ ગુસ્સો
બાળ સહજ હરખ પદુડો
પણ લાગણી અપરમપાર
જાણે નાનકડો અવ્યાન
મોટેરો મારો યશ
આજના યશસ્વી દિવસે
એટલે કે જન્મદિવસે
માતૃહૃદય થી ટોપલો ભરીને
આશીર્વાદ  .....!

વ્હાલી મમ્મી 

ખલીલ જિબ્રાન









  ખલીલ જિબ્રાન

'ખલીલ જિબ્રાન, વિશ્વવિખ્યાત લેબેનીઝ-અમેરિકન લેખકનાં 70 જેટલા પત્રનો રસપ્રદ સંગ્રહ છે. આ સંગ્રહ એક કલ્પનાશીલ કલાકાર પુરુષના અંતરમનની વાત કરે છે.
કોઈ પુરુષ અને સ્ત્રી એકપણ વાર પ્રત્યક્ષ મળ્યા વગર માત્ર પત્રો દ્વારા પ્રેમમાં પડી જાય અને આજીવન પરસ્પર મળ્યા વગરનો તેમનો સબંધ ટકી રહે તે માનવું અસંભવ લાગે. પરંતુ કલાકારોની આગવી શૈલી હોય છે,જેમાં કંઈપણ અસંભવ હોતું નથી. પ્રસિધ્ધ લેબેનીઝ લેખિકા મે ઝેઓદેહ અને ઋષિતુલ્ય ખલીલ જિબ્રાન માટે એ શક્ય હતું. તેમનો પરિકથા જેવો પ્રેમસબંધ એક નક્કર હકીકત હતી, પરંતુ આ જિબ્રાનના મૃત્યુ બાદ જ પ્રકાશમાં આવી.'
('મે એન્ડ ખલીલ જિબ્રાન' જમીલ જાબ્રે 1972)

આત્મકથા


આત્મકથા


મન તો મ્યુઝિયમ બની ગયું છે
કેટકેટલું સંઘર્યું છે? 
લાગણી સાથે સંવેદના
પ્રેમ સાથે નફરત
આક્રોશ સાથે મૌન
ઈર્ષા સાથે પ્લાસ્ટિક્યું સ્મિત
પારકા સાથે પોતિકા
ભૂતકાળ સાથે વર્તમાન 


હ્રદયના કુકરમાં વધતું જાય છે 
વરાળનું પ્રેશર….
અગનજ્વાળ તો ચાલુ જ હોય! 
બ્લાસ્ટ કરવાની ક્ષમતા હોવા છતાં 
નાની નાની સિટીઓ મારી લઈએ
ધુમાડા પીવાની ટેવ જો, 

આ ગુંગળામણ પીવાથી
ખાંભી ખોડાશે? 
પ્રતિમા મુકાશે? 
મમતાની મૂરત ને ત્યાગની દેવીની? 
"આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે, પર
અઢળક લખાશે,
ધુમાડો બન્યા પછી! 

ઊઠાવ કલમ ને
શબ્દોથી શણગાર 
નાનકડું સ્મિત સાથે ખડખડાટ હાસ્ય 
ઉના ઉના આંસુ સાથે કાળું આક્રંદ
નાનીશી પ્રશંસાની સામે જીવંત આહુતી
એ જીવંત પળ મુકીને જા, 
તારા પ્રપૌત્રો માટે! 
જીવંત વસિયત
અમર વસિયત 
પોતાની આત્મકથા.! 

નીતા શાહ (૧૫/૧/૨૦૨૦)

Sunday, July 15, 2018

આછંદસ [જલબિંદુ]





    જલબિંદુ


પ્રિય જલબિંદુ,
જીવવું એકાદ ક્ષણ
એમાં આટલું સૌદર્યદર્શન?

મારા હોવાથી તો
ઉછળી રહ્યો છે
કાલસમુદ્ર નિરવધિ
આકાર મળ્યો છે
ઋતુચક્રને અબ ઘડી

મેં જ પકડાવ્યું
એક પવાલું આનંદનુ
અખૂટ… પણ
શરત એટલી
ભૂતને ભુલવાનું
ભાવિને નવ સંઘરવાનું
આજ ને સૌંદર્ય બક્ષવાનું
ક્ષણેક્ષણનું પાન
ભલે ને હોય એ
ક્ષણભંગુર…

નીતા.શાહ

આછંદાસ [ષષ્ઠીપૂર્તિ નિમિતે મુકેશને]



          

ષષ્ઠીપૂર્તિ નિમિતે મુકેશને ...


આજે ષષ્ઠીપૂર્તિ તારી
જીવનમાં એ વીસ વર્ષની બાદબાકી કરીએ તો….
સહચર્યના એ ચાળીશ વર્ષોની તરવરે છે
અઢળક ખટમીઠી… અપરિપક્વ ઉંમર અને
થોડી ઘણી ગેરસમજો
પણ
પ્રેમ,વિશ્ચાસ અને લાગણીનાં
મજબુત આવરણ નીચે
અદ્રશ્ય થઈ ગઈ
આજે પરિપક્વતાના આગમને
સમજણને ઓઢી લીધી છે
જીવનબાગને મઘમઘતો રાખવા
સમજદારી કેટલી જરૂરી છે?
હવે એકબીજાની હૂંફે
વૃદ્ધાવસ્થાને શણગારવાનું છે…
સત્કર્મોની સુગંઘથી
બાંધછોડની ભાવનાથી
સ્વાસ્થ્યની સાચવણીથી
સ્વને શોધીને મનોમંથનથી
એકબીજાને ગમતું કરીને
એકબીજા માટે જીવીને….
આજે માતાજીનાં બીજા નોરતે
મા અમને શક્તિ આપો કે
જીવનને ઉજ્જવળ બનાવી શકીએ અને સાચી ષષ્ઠીને ઉજવી શકીએ.
ષષ્ઠીપૂર્તિની અઢળક શુભેચ્છાઓ!!!

નીતા શાહ

Friday, April 20, 2018

પત્રલેખન [સખીને પત્ર]




વ્હાલી સખી,

                   શું કહું સખી તને ? આજે તો હૃદય ભરાઈ આવ્યું છે તો કલમનાં સથવારે તારી સમક્ષ ઠાલવું છું. કાશ, હું દોડી ને તારી પાસે આવી શક્તિ હોત તો કેટલું સરળ થઇ જાત !
                    જિંદગીના અમુક વળાંકો એવા હોય છે કે જ્યાંથી છુટા પડ્યા પછી પણ  પાછું વળી શકાતું નથી. જીંદગી વનવે થઇ જાય છે. તું જાણે છે કે ત્યાં યુ  ટર્ન છે જ નહિ ! હાથમાંથી હાથ છૂટે ત્યારે કૈક અંદરથી તૂટે છે,શ્વાસ થોડો તરડાય છે,સ્વર જરા રૂંધાય છે, અસ્તિત્વ પણ અટવાય છે અને સંવેદનાઓ પણ સંકોચાઈ જાય છે. માત્ર હયાતી હોય છે, બાકી બધું જ મારી ગયું હોય એવું લાગે છે.જીંદગી અસ્તવ્યસ્ત બની જાય છે.










Sunday, April 8, 2018

ગીત [ ઉજવીએ દિવાળી]



 
ગીત : ઉજવીએ દિવાળી
ઢાળ : તમે એકવાર મારવાડ જાજો રે ઓ મારવાડા

હાલો વર્ષોવર્ષ આપણે ઉજવીએ રે આ દિવાળી…
અમે મનડાંનો કૂડો કાઢીએ રે આ દિવાળી…
સગપણ સાચવશું, મેલ નહિ રાખશું
પ્રેમે નીતરતી, હૈયાની હાટડી
હોં કે અમે…તનમનથી સ્વાગત કરશું રે આ દિવાળી… હાલો…

અમે સ્નેહનાં સાથિયાં ચીતરશું રે આ દિવાળી
અમે ફટકેલી ફોરમ સંઘરશું રે આ દિવાળી
ઇર્ષાની હોળી, વ્હાલે ઝબોળી
પ્રીતનાં ટાંકણાં, સજાવું આંગણાં
હોં કે અમે… લેટ ગો ની ભાવના રાખશું રે આ દિવાળી… હાલો

અમે જમા ઉધારી ચોપડાં કાઢશું રે આ દિવાળી
અમે સમતુલાનો સાથ નિભાવશું રે આ દિવાળી
ઉધારીનાં નાણાં, ઘાલખાતમાં જાણ્યાં
ગુજ્જુ વેપારી, છોડે નહિ યારી
હોં કેં અમે… નવી ગીલ્લી નવો દાવ ખેલશું રે આ દિવાળી…

હાલો વર્ષોવર્ષ આપણે ઉજવીએ રે આ દિવાળી
અમે મનડાંનો કૂડો કાઢીએ રે આ દિવાળી…

નીતા શાહ

હાઈકુ માળા ....


  
હાઈકુ માળા

   શબ્દાવકાશ
સ્નેહાદ્રનું સ્મરણ
  વશીકરણ

નીતા શાહ

વ્હાલાના નામે
ફૂંટે જો કૂંપળ તો
હૈયે રોમાંચ

નીતા શાહ

વેરું વ્હાલ હું
ઉશેટે એ અક્ષથી
ફણગે શબ્દ

નીતા શાહ

વ્હાલની વેદી
હોમાય જો અહં
છલકે પ્રેમ

નીતા શાહ


વ્હાલા ઈશ્ચર
મીતનું વ્હાલું સ્મિત
શાશ્ચત રહે

નીતા શાહ

વસે તું અક્ષી
કેમ સારુ હું અશ્રુ
વહી જાય તો ?

નીતા શાહ

નવા શમણાં 
ઉગે ઉગમણે જ્યાં 
પોંખી ઉષાને 

નીતા શાહ


   સન્ડે કા ફંડા 
મિજબાની ને મસ્તી
   વેરો હાસ્ય                                
 
નીતા.શાહ   

   શુભ પ્રભાત 
મંગલ અખાત્રીજ
  સૌનું કલ્યાણ                         

નીતા શાહ

   શુભ પ્રભાત 
પક્ષીનો કલબલાટ
 રૂડું સંગીત                               

નીતા શાહ

  વ્હાલી ઉષા                      
શુભ સંદેશ લાવી           
 નવી આશાનો

નીતા શાહ   


   વધાવું પ્રેમે                  
વાટકી વ્યવહાર          
  શીદ યાચના                              

નીતા શાહ

 આ મુખવટો 
ક્યાં સુખી જીવડો? 
શોધે આયનો

નીતા.શાહ
              
  શુભ રાત્રી ને 
સજાવા શમણાંને
  માણો નિંદર

નીતા શાહ

શુભ રાત્રી ને 
સજાવા શમણાંને
સુવું તો પડે  
                 
  નીતા શાહ


શ્ચસુ શ્વાસમાં                   
હરપલ જપું માળા 
મારા વ્હાલાની

નીતા શાહ   

વ્યથાની કથા  
ગળે ડૂબાડુબ ત્યાં
રુંધાતો કંઠ

નીતા શાહ

છૂટશે પીછો ?
રમાડશે વેદના
ખાલિપા સાથે

નીતા શાહ

વ્યવહારું સૌ
પહેરે મુખવટો
ભજવે વેશ

નીતા શાહ

લાગણી કુંભ
છલોછલ સંપૂર્ણ
ઉડાડો છોળો

નીતા શાહ

ગ્રીષ્મ સંધ્યા
કુંદન વેરે આભ
સજે ધરિત્રી

નીતા શાહ


એનિવર્સરી
ઢંઢોળે સપ્તપદી
હસે વિધાતા

નીતા શાહ


એનિવર્સરી
સહજીવન હિસાબ
જમા ઉધાર ?

નીતા શાહ


વ્હાલા ઈશ્ચર
મીતનું વ્હાલું સ્મિત
શાશ્ચત રહે

નીતા શાહ


એ સમી સાંજે 
 તારામૈત્રક રચ્યું    
તું ને હું...સ્ટેચ્યુ

નીતા શાહ







     

  • વલોવાય કલેજું 
    ગાયું ભાંભરે


  • સંધ્યા આરતી 
    શયન કરે શ્રીજી          
     હ્રદયે ધરું


  • ઉષા ને સંધ્યા 
    ન ભેગા કે અળગા
     આવે ને જાય


  • લીજીએ લ્હાવો 
    આ સલુણી સંધ્યાના           
     શણગારનો

  • ગગન ધરા 
    જો આભાસી મિલન
     દૂર ક્ષિતિજે    

  • એ સમી સાંજે
    તારામૈત્રક રચ્યું
     તું ને હું...સ્ટેચ્યુ

  • વ્હાલા માનવ
            રોકો વિનાશ

      નીતા શાહ

સદુપયોગ
કર મગજનો જે
દીધું તુજને

નીતા શાહ

પર્યાય તારો
પર્યાવરણ, માન!
કર જતન

નીતા શાહ

ચાંદરણામાં
ટાંક્યા ચાંદતારલા
રાત્રી આગોશે

નીતા શાહ

સંચિત કર્મ
હણે ઘાત-આઘાત
ગીતા વચન
🌻🌻🌻🌻🌻
શુભ પ્રભાત
🌱🌱🌱🌱🌱
નીતા શાહ

શ્ચાસશ્ચાસમાં
ગુંથાયેલ સાજન
યાદ શેં કરું?
🌷🌷🌷🌷🌷
શુભ પ્રભાત
🌴🌴🌴🌴🌴
નીતા શાહ

પાંપણે પોંખ્યા
આતમે વધાવિયાં
હ્રદયદ્વારે
💕💕💕💕💕
શુભ પ્રભાત
🌞🌞🌞🌞🌞
નીતા શાહ

ગેબી ઈશારો
વ્હાલભરી ટપલી
ઉગારે પ્રભુ
💖💖💖💖💖
શુભ પ્રભાત
🎉🎉🎉🎉🎉
નીતા શાહ

વાગોળતી હું
શબ્દ કાવ્યાંશ માં
હું અને હું જ